IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ બિહારના ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશી માટે મોટું નિવેદન આપ્યું છે. લલિત મોદી કહે છે કે ‘વૈભવ સૂર્યવંશી પર રાજસ્થાને લગાવેલી ૧.૧૦ કરોડ રૂપિયાની બોલી IPL ઇતિહાસની શ્રેષ્ઠ બોલી હતી.
વૈભવ સૂર્યવંશી અને લલિત મોદી
IPLના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીએ બિહારના ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશી માટે મોટું નિવેદન આપ્યું છે. લલિત મોદી કહે છે કે ‘વૈભવ સૂર્યવંશી પર રાજસ્થાને લગાવેલી ૧.૧૦ કરોડ રૂપિયાની બોલી IPL ઇતિહાસની શ્રેષ્ઠ બોલી હતી. ભવિષ્યમાં વૈભવ સૂર્યવંશી આ ધરતીના કોઈ પણ ક્રિકેટર કરતાં વધુ પૈસા કમાશે.’
સોશ્યલ મીડિયા પર એવા અહેવાલ છે કે વૈભવ સૂર્યવંશીને મુંબઈ ઇન્ડિયન્સમાં લેવા નીતા અંબાણીએ ૩૦ કરોડ રૂપિયા અને ફ્લૅટની ઑફર કરી છે. આ ઑફરના મામલે લલિત મોદી કહે છે કે ‘IPLના ઑફિશ્યલ નિયમોમાં આવી અફવા આધારિત ‘સાઇડ ઑફર્સ’ માટે કોઈ સ્થાન નથી. એ બધા ખોટા સમાચાર લાગે છે.’
