Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાછા જવામાં મોડું થયું હોવાથી IPL માટે મોડો આવશે માર્કો યાન્સેન

પાછા જવામાં મોડું થયું હોવાથી IPL માટે મોડો આવશે માર્કો યાન્સેન

Published : 19 March, 2026 01:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅપ્ટન શ્રેયસ ઐયર કદાચ આજે ટીમ સાથે જોડાશે અને મોટા ભાગના ખેલાડીઓ ૨૧ માર્ચે પહોંચી જશે. અફઘાનિસ્તાની ઑલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈ પણ પાકિસ્તાન સાથે ચાલી રહેલા યુદ્ધને લીધે બે દિવસ મોડો આવશે. 

પાછા જવામાં મોડું થયું હોવાથી IPL માટે મોડો આવશે માર્કો યાન્સેન

પાછા જવામાં મોડું થયું હોવાથી IPL માટે મોડો આવશે માર્કો યાન્સેન


T20 વર્લ્ડ કપમાંથી આઉટ થયા બાદ યુદ્ધને લીધે ઘરે પાછા ફરવાની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી ઑલરાઉન્ડર માર્કો યાન્સેન અને સાઉથ આફ્રિકન ટીમને અઠવાડિયા સુધી ભારતમાં જ રોકાઈ રહેવું પડ્યું હતું. હવે ૨૮ માર્ચથી શરૂ થનારી IPLમાં પંજાબ કિંગ્સ વતી રમવા તેણે પાછા ભારત આવવાનું છે, પણ ફૅમિલી સાથે થોડો વધુ સમય ગાળવા મળે એ માટે તેણે ટીમ-મૅનેજમેન્ટને ૨૧ને બદલે ૨૬ માર્ચે ટીમ સાથે જોડાવવાની છૂટ આપવાની વિનંતી કરી હતી જે હેડ કોચ રિકી પૉન્ટિંગે માન્ય કરી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયર કદાચ આજે ટીમ સાથે જોડાશે અને મોટા ભાગના ખેલાડીઓ ૨૧ માર્ચે પહોંચી જશે. અફઘાનિસ્તાની ઑલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈ પણ પાકિસ્તાન સાથે ચાલી રહેલા યુદ્ધને લીધે બે દિવસ મોડો આવશે. 
પંજાબની ટીમને કૅપ્ટન શ્રેયસ ઐયર અને કોચ રિકી પૉન્ટિંગની જોડી ગઈ સીઝનમાં પહેલી વાર ફાઇનલ સુધી દોરી ગઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 01:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK