Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિચલ સૅન્ટનરની કમેન્ટને કારણે રોહિત શર્માની MI કૅપ્ટન તરીકેની વાપસીનો સંકેત મળી રહ્યો છે

મિચલ સૅન્ટનરની કમેન્ટને કારણે રોહિત શર્માની MI કૅપ્ટન તરીકેની વાપસીનો સંકેત મળી રહ્યો છે

Published : 12 November, 2026 08:21 AM | Modified : 12 November, 2026 10:10 AM | IST | New Zealand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હૅમિલ્ટનમાં મૅચ રદ થયા પછી ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનર અને રોહિત શર્માની વાતચીતનો વિડિયો વાઇરલ થયો હતો. આ વિડિયોમાં મિચલ સૅન્ટનર રોહિત શર્માને ‘હેલો કૅપ્ટન’ કહીને સંબોધી રહ્યો હતો. રોહિત શર્મા આ કમેન્ટ પર હસ્યો પણ હતો.

રોહિત શર્મા

રોહિત શર્મા


ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચેની વન-ડે સિરીઝની સતત ત્રીજી મૅચ વરસાદથી પ્રભાવિત થઈ હતી. જોકે પહેલી બે મૅચથી વિપરીત મંગળવારે રમાયેલી ત્રીજી વન-ડે મૅચમાં એક પણ બૉલની રમત રમાઈ નહોતી. હૅમિલ્ટનમાં ટૉસ જીતીને ભારતે પહેલાં બોલિંગ પસંદ કરી હતી. જોકે વરસાદ અને ભીની આઉટફીલ્ડને કારણે મૅચને નો-રિઝલ્ટ જાહેર કરવામાં આવી હતી.

ભારત આ પાંચ મૅચની સિરીઝમાં ૨-૦થી આગળ છે. કૅપ્ટન શુભમન ગિલ સહિતના ટેસ્ટ-ટીમના પ્લેયર્સ હવે ટેસ્ટ-સિરીઝની તૈયારી કરી રહ્યાં છે. વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરની આગેવાનીમાં ભારતની વન-ડે ટીમ અંતિમ બે મૅચ રમશે.



હૅમિલ્ટનમાં મૅચ રદ થયા પછી ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનર અને રોહિત શર્માની વાતચીતનો વિડિયો વાઇરલ થયો હતો. આ વિડિયોમાં મિચલ સૅન્ટનર રોહિત શર્માને ‘હેલો કૅપ્ટન’ કહીને સંબોધી રહ્યો હતો. રોહિત શર્મા આ કમેન્ટ પર હસ્યો પણ હતો.


આ બન્ને પ્લેયર્સ મુંબઈ ઇન્ડિયન્સની IPL ટીમનો જ ભાગ છે. આ કમેન્ટને કારણે રોહિત શર્મા ફરી એક વખત મુંબઈની કમાન સંભાળશે એવી અટકળોને વેગ મળ્યો છે. થોડા દિવસ પહેલાં ટીમના ઇન્સ્ટાગ્રામ પેજની સ્ટોરીમાંથી રોહિત શર્માનો રાજાની ખુરસી પર બેઠેલો એક ફોટો અપલોડ કર્યા પછી ટૂંક સમયમાં ડિલીટ કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 10:10 AM IST | New Zealand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK