૩૧ વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને હૈદરાબાદની રણજી ટીમના કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચમાં પહેલી વખત મોહમ્મદ સિરાજ કૅપ્ટન તરીકે મેદાન પર ઊતરશે.
મોહમ્મદ સિરાજ
૩૧ વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને હૈદરાબાદની રણજી ટીમના કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. રણજી ટ્રોફી ૨૦૨૫-’૨૬ની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચમાં પહેલી વખત મોહમ્મદ સિરાજ કૅપ્ટન તરીકે મેદાન પર ઊતરશે. હૈદરાબાદ આગામી બાવીસ જાન્યુઆરીએ મુંબઈ અને ૨૯ જાન્યુઆરીએ છત્તીસગઢ સામે રણજી મૅચ રમવા ઊતરશે.
હૈદરાબાદના ભૂતપૂર્વ કૅપ્ટન રાહુલ સિંહને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. પાંચ મૅચમાંથી એક જીત અને એક ડ્રૉ સાથે હૈદરાબાદ એલીટ ગ્રુપ Dમાં ચોથા સ્થાને છે. મોહમ્મદ સિરાજ આ રણજી સીઝનના પહેલા તબક્કામાં નૅશનલ ડ્યુટીને કારણે હમણાં સુધી ભાગ લઈ શક્યો નહોતો.


