વર્ષ 2025માં જેસન હોલ્ડરે ૬૯ મૅચોમાં ૯૭ વિકેટ લઈને આ સિદ્ધિ હાંસલ કરી છે
જેસન હોલ્ડર
વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર જેસન હોલ્ડરે T20 ક્રિકેટનો એક મોટો રેકૉર્ડ પોતાને નામે કર્યો છે. ૩૪ વર્ષના આ ફાસ્ટ બોલરે એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ T20 વિકેટ લેવાનો રાશિદ ખાનનો રેકૉર્ડ તોડ્યો છે. વર્ષ 2025માં જેસન હોલ્ડરે ૬૯ મૅચોમાં ૯૭ વિકેટ લઈને આ સિદ્ધિ હાંસલ કરી છે. અગાઉ અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને વર્ષ ૨૦૧૮માં ૬૧ મૅચમાં ૯૬ વિકેટ ઝડપી હતી.
જેસન હોલ્ડરની આગેવાનીમાં અબુ ધાબી નાઇટ રાઇડર્સની ટીમ આવતી કાલે નવા વર્ષના પ્રારંભે દુબઈ કૅપિટલ્સ સામે ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)ની એલિમિનેટર મૅચ રમશે. IPL ટીમ ગુજરાત ટાઇટન્સે હાલમાં આયોજિત મિની ઑક્શનમાં આ પ્રતિભાશાળી બોલરને ૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.


