૨૦૨૧માં અમેરિકા તરફથી રમતાં તારા નૉરિસે ૧૭ T20 મૅચમાં ૨૧ વિકેટ અને પાંચ વન-ડે મૅચમાં ૭ વિકેટ લીધી હતી.
તારા નૉરિસ
અમેરિકાની ડાબા હાથની ઝડપી બોલર તારા નૉરિસ યુપી વૉરિયર્સ સાથેની સફળ ટ્રેડ-ડીલ (ખેલાડીની અદલાબદલીના કરાર) બાદ આવતા વર્ષની વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માટે મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાશે.
૨૮ વર્ષની તારા યુપી વૉરિયર્સમાં ૨૦૨૬ની સીઝન માટે ૧૦ લાખ રૂપિયામાં સામેલ થઈ હતી પણ રમી નહોતી. તે સમાન ફી સાથે મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાઈ છે. WPLમાં આ માત્ર બીજો જ ટ્રેડ છે. WPL 2025ની હરાજી પહેલાં બૅન્ગલોરે ઇંગ્લૅન્ડની ઓપનર ડૅની વાઇટ-હૉજને યુપી પાસેથી ટ્રેડ દ્વારા પોતાની ટીમમાં સામેલ કરી હતી.
વિમેન્સ પ્રીમિયર લીગમાં તારા કોઈ ફ્રૅન્ચાઈઝી દ્વારા પસંદ કરવામાં આવનાર અસોસિએટ દેશની પ્રથમ ખેલાડી બની હતી. તેણે પહેલી સીઝનમાં દિલ્હી કૅપિટલ્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને WPLમાં પાંચ વિકેટ ઝડપનારી પ્રથમ બોલર બની હતી. WPLની માત્ર પાંચ મૅચ રમીને તેણે ૭ વિકેટ લીધી છે.
૨૦૨૧માં અમેરિકા તરફથી રમતાં તારા નૉરિસે ૧૭ T20 મૅચમાં ૨૧ વિકેટ અને પાંચ વન-ડે મૅચમાં ૭ વિકેટ લીધી હતી.
