Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈ ઇન્ડિયન્સે ઇન્જર્ડ મિચલ સૅન્ટનરના સ્થાને કેશવ મહારાજને લીધો

મુંબઈ ઇન્ડિયન્સે ઇન્જર્ડ મિચલ સૅન્ટનરના સ્થાને કેશવ મહારાજને લીધો

Published : 29 April, 2026 02:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ ઇન્ડિયન્સે સાઉથ આફ્રિકાના ડાબા હાથના સ્પિનર ​​કેશવ મહારાજને ન્યુ ઝીલૅન્ડના સ્પિનર મિચલ સૅન્ટનરના સ્થાને કરારબદ્ધ કર્યાની પુષ્ટિ કરી છે. આ બન્ને ખેલાડીઓ પોતાના દેશની T20 ટીમના નેતૃત્વ ગ્રુપનો ભાગ રહ્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સે ઇન્જર્ડ મિચલ સૅન્ટનરના સ્થાને કેશવ મહારાજને લીધો

મુંબઈ ઇન્ડિયન્સે ઇન્જર્ડ મિચલ સૅન્ટનરના સ્થાને કેશવ મહારાજને લીધો

મુંબઈ ઇન્ડિયન્સે સાઉથ આફ્રિકાના ડાબા હાથના સ્પિનર ​​કેશવ મહારાજને ન્યુ ઝીલૅન્ડના સ્પિનર મિચલ સૅન્ટનરના સ્થાને કરારબદ્ધ કર્યાની પુષ્ટિ કરી છે. આ બન્ને ખેલાડીઓ પોતાના દેશની T20 ટીમના નેતૃત્વ ગ્રુપનો ભાગ રહ્યા છે.

બે કરોડ રૂપિયાનો મિચલ સૅન્ટનર ચેન્નઈ સામેની મૅચમાં કૅચ પકડવા દરમ્યાન ઘાયલ થયો હતો. ડાબા ખભામાં થયેલી ઇન્જરીને કારણે તે IPL 2026માંથી બહાર થઈ ગયો હતો. વર્તમાન સીઝનની ચાર મૅચમાં તેણે પાંચ વિકેટ લઈને ૨૬ રન પણ કર્યા હતા.

ભારતીય મૂળનો ઑલરાઉન્ડર કેશવ મહારાજ ૭૫ લાખ રૂપિયામાં મુંબઈની સ્ક્વૉડમાં સામેલ થયો છે. તે રાજસ્થાન અને લખનઉની ટીમોનો ભાગ રહ્યો છે. તેણે ૨૦૨૪માં માત્ર રાજસ્થાન માટે બે IPL મૅચ રમી હતી. એમાં તેણે બે વિકેટ લેવાની સાથે એક રન કર્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK