Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મારા ઘરના સૌથી ધારદાર ચપ્પુનું નામ ‘વીરુ’ રાખ્યું છે, એનાથી કંઈ પણ કપાય છે : સ્ટેન

મારા ઘરના સૌથી ધારદાર ચપ્પુનું નામ ‘વીરુ’ રાખ્યું છે, એનાથી કંઈ પણ કપાય છે : સ્ટેન

21 October, 2021 04:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌથી વિસ્ફોટક બૅટર ગણાતા સેહવાગને ૪૩મા જન્મદિને મિત્રોની શુભેચ્છા

આરતી સેહવાગ પતિ વીરેન્દર સેહવાગ સાથે

આરતી સેહવાગ પતિ વીરેન્દર સેહવાગ સાથે


ક્રિકેટજગતમાં વિવ રિચર્ડ્સ સાથે સૌથી વિસ્ફોટક બૅટર્સમાં ગણાતા વીરેન્દર સેહવાગે ગઈ કાલે ૪૩મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો એ નિમિત્તે ક્રિકેટજગતમાંથી તેને સોશ્યલ મીડિયા પર અનેક મિત્રોની શુભેચ્છા મળી હતી...

ડેલ સ્ટેન : મારા ઘરમાં જે સૌથી ધારદાર છરી છે એનું નામ મેં ‘વીરુ’ રાખ્યું છે. એનાથી કંઈ પણ કાપી શકાય છે! હૅપી બર્થ-ડે દોસ્ત. હેવ અ ગ્રેટ વન.



સચિન તેન્ડુલકર : મેદાન પર હોઈએ કે ઑફ ધ ફીલ્ડ, વીરુ આસપાસ હોય એટલે મનોરંજન અને હસીમજાક ક્યારેય અટકે નહીં. હૅપી બર્થ-ડે ઓપનિંગ પાર્ટનર.


હરભજન સિંહ : હૅપી બર્થ-ડે ભાઈ. એક ઐસા બૅટ્સમૅન જિસકા ખૌફ હર બોલર કે ચેહરે પે દિખતા થા. લેજન્ડ હૅપી બર્થ-ડે વીરુ, જિયો હઝારોં સાલ.

પત્ની આરતીએ ટ્વીટમાં શું લખ્યું?


આરતી સેહવાગે પતિ વીરેન્દર સેહવાગ માટે ટ્વિટર પર બર્થ-ડેના મૅસેજમાં આ મુજબ લખ્યું હતું : અનેકના જીવનમાં પરિવર્તન લાવનાર અને પોતાના પરિવારને અનેરું ગૌરવ અપાવનાર અત્યંત મહેનતુ પતિદેવને જન્મદિન નિમિત્તે મારી ખૂબ-ખૂબ શુભેચ્છા. દરેક બાબતમાં તમે સર્વશ્રેષ્ઠ રહો અને તમારું આવનારું વર્ષ સફળ રહે એવી શુભકામના.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2021 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK