Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે બંગલાદેશ-અફઘાનિસ્તાનની ટેસ્ટ-મૅચ શરૂ થશે અબુધાબીમાં

આજે બંગલાદેશ-અફઘાનિસ્તાનની ટેસ્ટ-મૅચ શરૂ થશે અબુધાબીમાં

Published : 09 October, 2026 05:43 PM | Modified : 09 October, 2026 05:53 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અફઘાનિસ્તાનને પોતાની અંતિમ બન્ને ટેસ્ટ-મૅચમાં ઝિમ્બાબ્વે અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે.

બંગલાદેશી કૅપ્ટન નજમુલ હુસેન શાન્તો, અફઘાની કૅપ્ટન રહમત શાહ.

બંગલાદેશી કૅપ્ટન નજમુલ હુસેન શાન્તો, અફઘાની કૅપ્ટન રહમત શાહ.


UAEના અબુધાબીમાં આજથી બંગલાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ-મૅચ શરૂ થશે. બન્ને ટીમો વચ્ચે બંગલાદેશમાં બે ટેસ્ટ-મૅચ રમાઈ છે અને બન્ને ટીમ એક-એક મૅચમાં વિજેતા બની છે.
સપ્ટેમ્બર ૨૦૧૯ની પહેલી મૅચમાં અફઘાનિસ્તાને ૨૨૪ રનથી અને જૂન ૨૦૨૩માં બંગલાદેશે ૫૪૬ રનથી જીત નોંધાવી હતી. બંગલાદેશ પહેલી વખત કોઈ તટસ્થ સ્થળે ટેસ્ટ-મૅચ રમશે. બંગલાદેશે હાલમાં ઑસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ-મૅચની ડ્રૉ સિરીઝ રમી હતી. અફઘાનિસ્તાનને પોતાની અંતિમ બન્ને ટેસ્ટ-મૅચમાં ઝિમ્બાબ્વે અને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો છે.

ઍક્ટિવ ક્રિકેટર નવીન-ઉલ-હક કૉમેન્ટરી પૅનલમાં સામેલ 



અફઘાનિસ્તાન અને બંગલાદેશ વચ્ચેની એકમાત્ર ટેસ્ટ-મૅચ માટેની ૬ સભ્યોની કૉમેન્ટરી પેનલમાં ઑલરાઉન્ડર નવીન-ઉલ-હક સ્થાન પામ્યા પછી ચર્ચાનો વિષય બન્યો હતો. છેલ્લે ડિસેમ્બર ૨૦૨૪માં અફઘાનિસ્તાન માટે રમનાર નવીનની કારકિર્દી ઈજાને કારણે લાંબા સમયથી અટકી પડી છે. જોકે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરી છે કે ‘કૉમેન્ટરી પૅનલમાં નવીનના સમાવેશનો અર્થ એવો ન કાઢવો જોઈએ કે તેની રમવાની કારકિર્દી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે. નવીન ખેલાડી તરીકે અમારી યોજનાઓનો ભાગ છે અને તેનું રીહૅબિલિટેશન પૂરું થયા પછી તે ટીમ માટે ઉપલબ્ધ રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 05:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK