લો-સ્કોરિંગ ચોથી વન-ડે મૅચમાં એક વિકેટે જીત્યા કિવીઓ
બે વિકેટ લઈને ૩૪ રને અણનમ રહેનાર ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન મિચલ સૅન્ટનર પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
ન્યુ ઝીલૅન્ડે યજમાન વેસ્ટ ઇન્ડીઝ સામેની પાંચ વન-ડે મૅચની સિરીઝ ૩-૧થી પોતાને નામે કરી છે. ચોથી વન-ડે મૅચમાં ન્યુ ઝીલૅન્ડે એક વિકેટે થ્રિલિંગ જીત નોંધાવી હતી. વેસ્ટ ઇન્ડીઝે ૪૪.૪ ઓવરમાં ઑલઆઉટ થઈને ૧૮૮ રન કર્યા હતા. ન્યુ ઝીલૅન્ડે ૪૪. ૧ ઓવરમાં ૯ વિકેટના નુકસાન સાથે ૧૮૯ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
વેસ્ટ ઇન્ડીઝ સામે ન્યુ ઝીલૅન્ડની આ સતત ચોથી વન-ડે સિરીઝ જીત છે. કિવી ટીમ સામે કૅરિબિયનો છેલ્લે ૨૦૧૨માં સિરીઝ જીત્યા હતા. આ સિરીઝની અંતિમ મૅચ ૨૨ જુલાઈએ રમાશે.
