Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડ સામે બંગલાદેશ ૧૨ વર્ષથી વન-ડે સિરીઝ નથી જીત્યું

ન્યુ ઝીલૅન્ડ સામે બંગલાદેશ ૧૨ વર્ષથી વન-ડે સિરીઝ નથી જીત્યું

Published : 17 April, 2026 03:08 PM | IST | New Zealand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL અને PSLને કારણે ન્યુ ઝીલૅન્ડમાં મોટા ભાગના મુખ્ય પ્લેયર્સ ગેરહાજર

ન્યુ ઝીલૅન્ડ સામે બંગલાદેશ ૧૨ વર્ષથી વન-ડે સિરીઝ નથી જીત્યું

ન્યુ ઝીલૅન્ડ સામે બંગલાદેશ ૧૨ વર્ષથી વન-ડે સિરીઝ નથી જીત્યું


બંગલાદેશ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે આજથી ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે. ભારતીય સમય અનુસાર સવારે ૧૦.૩૦ વાગ્યાથી આ ત્રણેય મૅચની રમત શરૂ થશે. IPL અને PSLને કારણે ન્યુ ઝીલૅન્ડ પોતાના ઘણા મુખ્ય ખેલાડીઓ વગર આ સિરીઝ રમવા ઊતરશે. ન્યુ ઝીલૅન્ડ એની અત્યાર સુધીની સૌથી બિનઅનુભવી ટીમોમાંની એક સાથે બંગલાદેશ પહોંચ્યું છે. ફેબ્રુઆરી ૨૦૨૫ બાદ બન્ને ટીમ વચ્ચે પહેલી વખત વન-ડે ફૉર્મેટની ટક્કર થશે. આ બન્ને ટીમ વચ્ચે ૪૬ વન-ડે મૅચ રમાઈ છે. ન્યુ ઝીલૅન્ડ ૪૬ મૅચ અને બંગલાદેશ ૧૧ મૅચ જીત્યું છે. વર્ષ ૨૦૨૩ની એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. બન્ને ટીમ વચ્ચે વર્ષ ૨૦૨૪થી ૧૧ વન-ડે સિરીઝ રમાઈ છે. છેલ્લી પાંચ સહિત ટોટલ ૯ સિરીઝ ન્યુ ઝીલૅન્ડ જીત્યું છે. બંગલાદેશ વર્ષ ૨૦૧૦થી ૨૦૧૩ વચ્ચે બે સિરીઝ જ જીતી શક્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 03:08 PM IST | New Zealand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK