Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપની અધવચ્ચે ન્યુ ઝીલૅન્ડનો લૉકી ફર્ગ્યુસન બન્યો દીકરાનો પપ્પા

T20 વર્લ્ડ કપની અધવચ્ચે ન્યુ ઝીલૅન્ડનો લૉકી ફર્ગ્યુસન બન્યો દીકરાનો પપ્પા

Published : 20 February, 2026 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપર 8 રાઉન્ડ દરમ્યાન તે ન્યુ ઝીલૅન્ડની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં ફરી સામેલ થશે. વર્તમાન વર્લ્ડ કપની ૩ મૅચમાં તેણે ૪ વિકેટ ઝડપી છે. 

લૉકી ફર્ગ્યુસન

લૉકી ફર્ગ્યુસન


ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસને T20 વર્લ્ડ કપ 2026ની અધવચ્ચે ગુડ ન્યુઝ શૅર કર્યા છે. ૩૪ વર્ષના લૉકી ફર્ગ્યુસનની પત્ની એમાએ હાલમાં દીકરાને જન્મ આપ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં લગ્ન કરનાર આ કપલે પોતાના પહેલા સંતાનને બો ફર્ગ્યુસન નામ આપીને તેની સાથેના ક્યુટ ફોટો પણ શૅર કર્યા હતા.

૧૪ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકા સામેની ગ્રુપ-સ્ટેજ મૅચ રમ્યા બાદ લૉકી ફર્ગ્યુસન પહેલા સંતાનના જન્મ પહેલાં પત્ની અને ફૅમિલી સાથે જોડાવા ભારતથી ન્યુ ઝીલૅન્ડ પાછો ફર્યો હતો. સુપર 8 રાઉન્ડ દરમ્યાન તે ન્યુ ઝીલૅન્ડની T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં ફરી સામેલ થશે. વર્તમાન વર્લ્ડ કપની ૩ મૅચમાં તેણે ૪ વિકેટ ઝડપી છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK