Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયાએ પોતાની સૌથી મોટી T20 રન-ચેઝ સાથે ન્યુ ઝીલૅન્ડની ટૂર શરૂ કરી

ટીમ ઇન્ડિયાએ પોતાની સૌથી મોટી T20 રન-ચેઝ સાથે ન્યુ ઝીલૅન્ડની ટૂર શરૂ કરી

Published : 23 October, 2026 08:04 AM | Modified : 23 October, 2026 08:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડે ભારત સામેનો પોતાનો હાઇએસ્ટ સ્કોર ગઈ કાલે કર્યો હતો. ટીમ ઇન્ડિયાએ T20 ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો ૨૨૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડ સામે કોઈ પણ ટીમનો આ બીજી સૌથી મોટી રનચેઝ હતી.

નમન ધીરે સિક્સર ફટકારીને મૅચને સમાપ્ત કરી. તેણે ૧૫ બૉલમાં ૪૨ રન કર્યાં

નમન ધીરે સિક્સર ફટકારીને મૅચને સમાપ્ત કરી. તેણે ૧૫ બૉલમાં ૪૨ રન કર્યાં


ભારતીય ક્રિકેટ ટીમે ન્યુ ઝીલૅન્ડની સૌથી મોટી અને પડકારજનક મલ્ટિ-ફૉર્મેટ સિરીઝમાં વિજયી પ્રારંભ કર્યો છે. ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી પહેલી T20 મૅચમાં ૪ વિકેટની જીત સાથે ટીમ ઇન્ડિયાએ પાંચ મૅચની સિરીઝમાં લીડ મેળવી છે. ન્યુ ઝીલૅન્ડે ગ્લેન ફિલિપ્સના અણનમ ૮૨ રનની મદદથી ૨૨૫-૪નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતે સંજુ સૅમસનની ૬૭ રનની ઓપનિંગ ઇનિંગ્સ તથા છેલ્લે નમન ધીરે ૧૫ બૉલમમાં ફટકારેલા અણનમ ૪૫ રનના આધારે ૧૯.૪ ઓવરમાં ૬ વિકેટે ૨૩૦ રન કરીને ૨૨૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ન્યુ ઝીલૅન્ડે ભારત સામેનો પોતાનો હાઇએસ્ટ સ્કોર ગઈ કાલે કર્યો હતો. ટીમ ઇન્ડિયાએ T20 ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો ૨૨૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડ સામે કોઈ પણ ટીમનો આ બીજી સૌથી મોટી રનચેઝ હતી. ૨૦૧૮માં ઑસ્ટ્રેલિયાએ ન્યુ ઝીલૅન્ડ સામે ૨૪૪ રન ચેઝ કર્યા હતા.



ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર કિવી ટીમ માટે ચોથા ક્રમે રમનાર ગ્લેન ફિલિપ્સે ૪૦ બૉલમાં ૮ ફોર અને ૩ સિક્સની મદદથી અણનમ ૮૨ રન કર્યા હતા. ઓપનર ફિન ઍલને ૨૪ બૉલમાં ૪૫ રન કર્યા હતા. ભારતના બોલિંગ યુનિટમાંથી અર્શદીપ સિંહ, મયંક યાદવ અને અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી.


રન-ચેઝ સમયે ભારતે ૫.૫ ઓવરમાં ૯૩ રનની ઓપનિંગ ભાગીદારી સાથે જબરદસ્ત શરૂઆત કરી હતી. સંજુ સૅમસને ૮ ફોર, ૪ સિક્સના આધારે ૩૩ બૉલમાં ૬૭ રન ઝૂડ્યા હતા.
અભિષેક શર્માએ ૧૨ બૉલમાં ૨૯ રન, શ્રેયસ ઐયરે ૨૮ બૉલમાં ૪૨ રન, અક્ષર પટેલે ૧૪ બૉલમાં ૨૪ રન અને નમન ધીરે ૧૫ બૉલમાં પાંચ ફોર અને ૧૨ સિક્સની મદદથી અણનમ ૪૨ રનનું યોગદાન આપ્યું હતું. યજમાન ટીમ માટે સ્પિનર્સ માઇકલ બ્રેસવેલ અને કૅપ્ટન મિચલ સૅન્ટનરે ૨-૨ વિકેટ લીધી હતી.

પ્લસ રનની સફળ રન-ચેઝ


૨૦૦૪થી ૨૦૦૯ વચ્ચે : ૧૦ વખત

૨૦૧૦થી ૨૦૧૫ વચ્ચે : ૨૫ વખત

૨૦૧૬થી ૨૦૨૧ વચ્ચે : ૫૭ વખત

૨૦૨૨થી ૨૦૨૬ વચ્ચે : ૧૬૮ વખત

ઓવરઑલ આંકડો : ૨૬૦ વખત

42 : ભારતની સફળ રનચેઝમાં સાતમા કે તેથી નીચેના ક્રમે આટલા રનની સૌથી મોટી ઇનિંગ્સ રમી નમન ધીરે. ૨૦૦૯નો ઇરફાન પઠાણનો ૩૩ રનનો રેકૉર્ડ તોડ્યો.

 

મુંબઈકર શ્રેયસ ઐયરનાં મમ્મી-પપ્પા પણ સિરીઝનો આનંદ માણવા ન્યુ ઝીલૅન્ડ પહોંચ્યાં છે.

સંજુ સૅમસન ૩૩ બૉલમાં ૬૭ રન ઝૂડીને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો.

ભારતીય ક્રિકેટ ટીમે ન્યુ ઝીલૅન્ડની સૌથી મોટી અને પડકારજનક મલ્ટિ-ફૉર્મેટ સિરીઝમાં વિજયી પ્રારંભ કર્યો છે. ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી પહેલી T20 મૅચમાં ૪ વિકેટની જીત સાથે ટીમ ઇન્ડિયાએ પાંચ મૅચની સિરીઝમાં લીડ મેળવી છે. ન્યુ ઝીલૅન્ડે ગ્લેન ફિલિપ્સના અણનમ ૮૨ રનની મદદથી ૨૨૫-૪નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતે સંજુ સૅમસનની ૬૭ રનની ઓપનિંગ ઇનિંગ્સ તથા છેલ્લે નમન ધીરે ૧૫ બૉલમમાં ફટકારેલા અણનમ ૪૫ રનના આધારે ૧૯.૪ ઓવરમાં ૬ વિકેટે ૨૩૦ રન કરીને ૨૨૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
ન્યુ ઝીલૅન્ડે ભારત સામેનો પોતાનો હાઇએસ્ટ સ્કોર ગઈ કાલે કર્યો હતો. ટીમ ઇન્ડિયાએ T20 ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો ૨૨૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડ સામે કોઈ પણ ટીમનો આ બીજી સૌથી મોટી રનચેઝ હતી. ૨૦૧૮માં ઑસ્ટ્રેલિયાએ ન્યુ ઝીલૅન્ડ સામે ૨૪૪ રન ચેઝ કર્યા હતા.

ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર કિવી ટીમ માટે ચોથા ક્રમે રમનાર ગ્લેન ફિલિપ્સે ૪૦ બૉલમાં ૮ ફોર અને ૩ સિક્સની મદદથી અણનમ ૮૨ રન કર્યા હતા. ઓપનર ફિન ઍલને ૨૪ બૉલમાં ૪૫ રન કર્યા હતા. ભારતના બોલિંગ યુનિટમાંથી અર્શદીપ સિંહ, મયંક યાદવ અને અક્ષર પટેલને એક-એક વિકેટ મળી હતી.

રન-ચેઝ સમયે ભારતે ૫.૫ ઓવરમાં ૯૩ રનની ઓપનિંગ ભાગીદારી સાથે જબરદસ્ત શરૂઆત કરી હતી. સંજુ સૅમસને ૮ ફોર, ૪ સિક્સના આધારે ૩૩ બૉલમાં ૬૭ રન ઝૂડ્યા હતા.
અભિષેક શર્માએ ૧૨ બૉલમાં ૨૯ રન, શ્રેયસ ઐયરે ૨૮ બૉલમાં ૪૨ રન, અક્ષર પટેલે ૧૪ બૉલમાં ૨૪ રન અને નમન ધીરે ૧૫ બૉલમાં પાંચ ફોર અને ૧૨ સિક્સની મદદથી અણનમ ૪૨ રનનું યોગદાન આપ્યું હતું. યજમાન ટીમ માટે સ્પિનર્સ માઇકલ બ્રેસવેલ અને કૅપ્ટન મિચલ સૅન્ટનરે ૨-૨ વિકેટ લીધી હતી.

T20માં ભારતની સૌથી મોટી સફળ રન-ચેઝ

૨૦૨૬માં ન્યુ ઝીલૅન્ડ સામે ૨૨૬ રન

૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે ૨૦૯ રન

૨૦૨૬માં ન્યુ ઝીલૅન્ડ સામે ૨૦૯ રન

૨૦૧૯માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૮ રન

૨૦૦૯માં શ્રીલંકા સામે ૨૦૭ રન

૨૦૨૦માં ન્યુ ઝીલૅન્ડ સામે ૨૦૪ રન

ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટીમના વર્તમાન હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે બેલ વગાડીને મૅચની શરૂઆત કરાવી હતી.

ભુવનેશ્વર કુમારે વિદેશી ધરતી પર પોતાનો સૌથી મોંઘો T20 સ્પેલ ફેંક્યો

ભુવનેશ્વર કુમારે વિદેશી ધરતી પર પોતાનો સૌથી મોંઘો T20 સ્પેલ ફેંક્યો ભારતીય પેસ બોલર ભુવનેશ્વર કુમારે લગભગ ૪ વર્ષે પહેલી વાર ઇન્ટરનૅશનલ મૅચમાં બોલિંગ કરી, પણ પ્રદર્શન નિરાશાજનક રહ્યું. કિવીઓ સામેની પહેલી T20 મૅચમાં તેણે ૪ ઓવરમાં ૪૯ રન આપીને એક પણ વિકેટ લીધી નહોતી. તેણે બે નો-બૉલ અને બે વાઇડ-બૉલ પણ ફેંક્યા હતા. આ તેની કરીઅરમાં વિદેશી ધરતી પરનો સૌથી મોંઘો T20 સ્પેલ બન્યો છે.

અભિષેક શર્માએ પ્રથમ બૉલ પર સિક્સ ફટકારવાનો વિશ્વ રેકૉર્ડ બનાવ્યો

ભારતીય ઓપનર અભિષેક શર્માએ T20 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં સામનો કરેલા પ્રથમ બૉલ પર સિક્સ ફટકારવાની સિદ્ધિ સાત વખત મેળવી છે, જે અન્ય કોઈ પણ બૅટર કરતાં વધુ છે. અફઘાનિસ્તાનનો શફીકુલ્લાહ શિનવારી ૬ વખત સાથે બીજા સ્થાને છે. ગઈ કાલની મૅચમાં ડૅરિલ મિચલ અને બેવન જેકબ્સે પણ પોતાના પહેલા બૉલ પર સિક્સ ફટકારી હતી. આવી ઘટના મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ચોથી વખત બની છે. 

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK