પાંચમા દિવસે ઑસ્ટ્રેલિયાએ ૧૫૬-૪ના સ્કોરથી ઇનિંગ્સ આગળ વધારી હતી. વરસાદને કારણે દિવસના પહેલા સેશનમાં રમત રમાઈ નહોતી. ટ્રૅવિસ હેડે ૧૯૦ બૉલમાં ૧૫ ફોરની મદદથી ૧૨૧ રન કર્યા હતા. સ્કૉટ બોલૅન્ડે ૧૬૬ બૉલમાં ૬૦ રન અને ઍલેક્સ કૅરીએ ૬૯ બૉલમાં અણનમ ૩૭ રન કર્યા.
પહેલી ઇનિંગ્સમાં બે વિકેટ લેનાર કૅગિસો રબાડાએ બીજી ઇનિંગ્સમાં ૪ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો
ઑસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટ-મૅચ એક ઇનિંગ્સ અને ૩૧ રનથી જીત્યા પછી સાઉથ આફ્રિકાએ ત્રણ મૅચની સિરીઝ ૧-૧થી લેવલ કરી છે. સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગ્સ ૪૨૫-૯ના સ્કોરે ડિક્લેર કરી હતી. પહેલી ઇનિંગ્સમાં ૯૯ રન કરનાર ઑસ્ટ્રેલિયા ફૉલો-ઑન પછી ગઈ કાલે પાંચમા દિવસના અંતિમ કલાકમાં બીજી ઇનિંગ્સમાં ૧૦૭.૧ ઓવરમાં ૨૯૫ રને ઑલઆઉટ થયું હતું.
પાંચમા દિવસે ઑસ્ટ્રેલિયાએ ૧૫૬-૪ના સ્કોરથી ઇનિંગ્સ આગળ વધારી હતી. વરસાદને કારણે દિવસના પહેલા સેશનમાં રમત રમાઈ નહોતી. ટ્રૅવિસ હેડે ૧૯૦ બૉલમાં ૧૫ ફોરની મદદથી ૧૨૧ રન કર્યા હતા. સ્કૉટ બોલૅન્ડે ૧૬૬ બૉલમાં ૬૦ રન અને ઍલેક્સ કૅરીએ ૬૯ બૉલમાં અણનમ ૩૭ રન કર્યા હતા.
ADVERTISEMENT
કાંગારૂઓએ અંતિમ ૬ વિકેટ ૮૬ રનની અંદર ગુમાવી હતી. બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ ૨૩ ઓવરમાં ૭૭ રન આપીને ૪ વિકેટ લીધી હતી. વિઆન મુલ્ડરને ૩ વિકેટ, સાઇમન હાર્મરને બે વિકેટ અને માર્કો યાન્સેનને એક વિકેટ મળી હતી.
સાઉથ આફ્રિકાને આ હરીફ સામે ચોથી અને એક દાયકા પછી પહેલી ઇનિંગ્સના અંતરવાળી જીત મળી હતી. સાઉથ આફ્રિકાએ ૪ વખત કાંગારૂઓને ફૉલો-ઑન આપ્યું છે અને તેઓ હંમેશાં અપરાજિત રહ્યા છે. ૧૯૦૨ની ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી પછી ૧૯૬૭ અને ૧૯૭૦ની સિરીઝમાં સાઉથ આફ્રિકા જીત્યું હતું.
ટ્રૅવિસ હેડની સેન્ચુરી પછી પહેલી વખત ઑસ્ટ્રેલિયા ઇન્ટરનૅશનલ મૅચ હાર્યું
ટ્રૅવિસ હેડની સેન્ચુરી પછી ઑસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હોય એવી ગઈ કાલે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પહેલી ઘટના બની હતી. માત્ર ૨૦૨૪માં ભારત સામે ટ્રૅવિસ હેડના ૧૫૨ રન પછી ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. બાકી તમામ ફૉર્મેટની મૅચમાં કાંગારૂઓની જીત થઈ હતી.
