જોકે શેડ્યુલ અને વિદેશી પ્લેયર્સની હાજરી હજી પણ સસ્પેન્સ, ચાર ગ્રુપ-સ્ટેજ મૅચ અને પ્લેઑફ્સની મૅચનું શેડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, પણ અહેવાલ અનુસાર તમામ ટીમો સામે હવે તેમના વિદેશી પ્લેયર્સને પાકિસ્તાનમાં પાછા લાવવાનો પડકાર રહેશે.
તસવીર સૌજન્ય મિડ-ડે
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તનાવ ખતમ થતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) પોતાની અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરેલી પાકિસ્તાન સુપર લીગ (PSL) ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડની T20 લીગ IPLની જેમ PSLને પણ ૧૭ મેથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાકી રહેલી ચાર ગ્રુપ-સ્ટેજ મૅચ અને પ્લેઑફ્સની મૅચનું શેડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, પણ અહેવાલ અનુસાર તમામ ટીમો સામે હવે તેમના વિદેશી પ્લેયર્સને પાકિસ્તાનમાં પાછા લાવવાનો પડકાર રહેશે.
PCBના ચૅરમૅન મોહસિન નકવીએ સોશ્યલ મીડિયા ઍક્સ પર લખ્યું કે ‘PSLને જ્યાંથી છોડી હતી ત્યાંથી શરૂ થાય છે. ૬ ટીમ, ઝીરો ડર. આપણે ક્રિકેટની ભાવનાની ઉજવણી કરવા અને પરિસ્થિતિને આપણા પક્ષમાં ફેરવવા માટે સાથે આવીશું. ૧૭ મેથી શરૂ થતી ૮ રોમાંચક મૅચો માટે તૈયાર થઈ જાઓ જે પચીસ મેએ ગ્રૅન્ડ ફિનાલે સુધી પહોંચશે. બધી ટીમોને શુભકામનાઓ.’

