ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું, ‘ભારતના ભૂતપૂર્વ બૅટ્સમેન અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિએ સર્વસંમતિથી રમેશ પોવારની નિમણૂકની ભલામણ કરી હતી.
રમેશ પોવાર બીસીસીઆઈ નિમણૂક
મુંબઈ અને ભારતના ભૂતપૂર્વ સ્પિનર રમેશ પોવારને સીનિયર મેન્સ સિલેક્શન કમિટીમાં સામેલ કરવામાં આવ્યો છે. ચીફ સિલેક્ટર અજિત આગરકરનો કાર્યકાળ ૪ ઑક્ટોબરે સમાપ્ત થતાં કમિટીમાં એક જગ્યા ખાલી પડી હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું, ‘ભારતના ભૂતપૂર્વ બૅટ્સમેન અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિએ સર્વસંમતિથી રમેશ પોવારની નિમણૂકની ભલામણ કરી હતી. વચગાળાના વડા પ્રજ્ઞાન ઓઝા વરિષ્ઠતા (સૌથી વધુ ૨૪ ટેસ્ટ-મૅચ રમનાર)ના આધારે કમિટીની અધ્યક્ષતા કરશે.’
અન્ય સભ્યો શિવ સુંદર દાસ, આર.પી. સિંહ, અજય રાત્રા પહેલેથી કમિટીમાં સામેલ છે.
ADVERTISEMENT
૪૮ વર્ષના રમેશ પોવારે ૨૦૦૪થી ૨૦૦૭ વચ્ચે બે ટેસ્ટ-મૅચ અને ૩૧ વન-ડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૨૦૧૫માં નિવૃત્તિ પછી તે બે અલગ-અલગ સમયગાળામાં ભારતીય મહિલા ટીમનો મુખ્ય કોચ રહ્યો હતો. તેની કોચિંગ હેઠળ ટીમે એશિયા કપ ટાઇટલ તેમજ કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે મુંબઈ અને ગુજરાતના સ્થાનિક ક્રિકેટમાં પણ કોચિંગ કર્યું હતું. તે BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાં બોલિંગ કોચ પણ રહી ચૂક્યો છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરે પુષ્ટિ કરી હતી કે તેણે પસંદગીકારની જગ્યા માટે અરજી કરી છે. જો નિમણૂક કરવામાં આવી હોત તો તે ૩૧ ટેસ્ટ-મૅચ રમીને સમિતિના અધ્યક્ષ હોત. ૨૫ ટેસ્ટ-મૅચ રમનાર પાર્થિવ પટેલ શરૂઆતમાં નવો ચીફ સિલેક્ટર બનવા માટે દાવેદાર માનવામાં આવી રહ્યો હતો.
