Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > sports update - વેસ્ટ ઇન્ડીઝના હેડ કોચ ડૅરેન સેમીની જાહેરમાં અપીલ

sports update - વેસ્ટ ઇન્ડીઝના હેડ કોચ ડૅરેન સેમીની જાહેરમાં અપીલ

Published : 20 October, 2026 02:53 PM | Modified : 20 October, 2026 05:18 PM | IST | West Indies
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટ ઇન્ડીઝના હેડ કોચ ડૅરેન સૅમીએ આશા વ્યક્ત કરી છે કે ભારત સામેની લડાયક વાઇટ-બૉલ સિરીઝ પછી કૅરિબિયન ક્રિકેટમાં ફંડનો પ્રવાહ વધારવા માટેની ચર્ચાઓ વધુ શરૂ થશે. વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટને આર્થિક રીતે મદદ કરવા માટે ભાવનાત્મક અપીલ કરતા ડૅરેન સેમીએ કહ્યું.

 ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ

ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ


વેસ્ટ ઇન્ડીઝના હેડ કોચ ડૅરેન સૅમીએ આશા વ્યક્ત કરી છે કે ભારત સામેની લડાયક વાઇટ-બૉલ સિરીઝ પછી કૅરિબિયન ક્રિકેટમાં ફંડનો પ્રવાહ વધારવા માટેની ચર્ચાઓ વધુ શરૂ થશે. 
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટને આર્થિક રીતે મદદ કરવા માટે ભાવનાત્મક અપીલ કરતા ડૅરેન સેમીએ કહ્યું, ‘મને લાગે છે કે અમે એવી પરિસ્થિતિમાં છીએ કે અમારે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ માટે આર્થિક રીતે મદદ કરવા માટે કોઈની જરૂર છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ ભારત સામેની ઉત્સાહજનક સિરીઝ પછી સ્પૉન્સર્સ સાથે વધુ આત્મવિશ્વાસપૂર્વક વાતચીત કરી શકશે.’

ફૅશન શૉમાં રૅમ્પવૉક દરમ્યાન ક્રિકેટ-શૉટ રમ્યો સૂર્યકુમાર યાદવ



સૂર્યકુમાર યાદવે લૅક્મે ફૅશન વીકના છેલ્લા દિવસે રૅમ્પવૉક કરીને શાનદાર સરપ્રાઇઝ આપી હતી. સૂર્યા વેડિંગ સ્ટોરીઝ શોનો શો-સ્ટૉપર બન્યો હતો. આ દરમ્યાન તેણે ક્રિકેટની થીમ આધારિત એક પોઝ પણ આપ્યો હતો.


ન્યુ ઝીલૅન્ડમાં મલ્ટિ-ફૉર્મેટ સિરીઝ રમવા પહોંચી ગઈ ટીમ ઇન્ડિયા

ટીમ ઇન્ડિયા આગામી બાવીસ ઑક્ટોબરથી એક ડિસેમ્બર દરમ્યાન ન્યુ ઝીલૅન્ડમાં મલ્ટિ-ફૉર્મેટ સિરીઝ રમશે. T20 ટીમ અને ઇન્ડિયા A સ્ક્વૉડ ગઈ કાલે બૅન્ગલોરથી ફ્લાઇટ લઈને ક્રાઇસ્ટચર્ચ ઍરપોર્ટ પહોંચી હતી.


એક નવેમ્બર સુધી રમાનારી પાંચ T20 મૅચની સિરીઝની દરેક મૅચ ભારતીય સમય અનુસારે બપોરે ૧૨.૩૦ વાગ્યાથી, ચારથી ૧૫ નવેમ્બર દરમ્યાન રમાનારી પાંચ વન-ડે મૅચની સિરીઝની મૅચો સવારે ૭.૩૦ વાગ્યાથી અને ૧૯ નવેમ્બરથી શરૂ થતી બે ટેસ્ટ-મૅચો પરોડિયે ૩.૩૦ વાગ્યે શરૂ થશે.

રણજી ટ્રોફીના ઇતિહાસમાં બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો

મિઝોરમના ૨૯ વર્ષનો બૅટર ચિન્મય સુતાર ફર્સ્ટ-ક્લાસ ઇનિંગ્સમાં ૪૦૦ રન ફટકારનાર માત્ર બીજો ભારતીય ખેલાડી બન્યો છે. ૧૯૪૮-’૪૯માં મહારાષ્ટ્ર માટે સૌરાષ્ટ્ર સામેની રણજી મૅચમાં બી.બી. નિમ્બાળકરે અણનમ ૪૪૩ રન કર્યા હતા. ચિન્મય સુતારે પૃથ્વી શૉના ૩૭૯ રનના સ્કોરને પાછળ છોડીને રણજી ટ્રોફીના ઇતિહાસમાં બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો.

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના ઇતિહાસમાં ૪૦૦ કે એથી વધુ રનનો આ બારમો કિસ્સો છે. એ જ સમયે પોતાની પહેલી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ સદીને ૪૦૦ રનના સ્કોર સુધી પહોંચાડનાર ચિન્મય સુતાર પહેલો બૅટર બન્યો છે. ચિન્મય સુતારે ત્રીજા ક્રમે રમીને ૫૧૭ બૉલમાં ૪૬ ફોર, ૭ સિક્સના આધારે ૪૦૦ રન કર્યા હતા. 

બીજા દિવસે મિઝોરમે ૧૫૪.૧ ઓવરમાં ૫૮૧-૯ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજા દિવસના અંતે નાગાલૅન્ડે પહેલી ઇનિંગ્સમાં ૧૩ ઓવરમાં ૫૦-૧નો સ્કોર કર્યો હોવાથી તેઓ હજી ૫૩૧ રન પાછળ છે. મૂળ મુંબઈના ચિન્મય સુતારે મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) પાસેથી ‘નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ’ મેળવ્યું અને ગયા અઠવાડિયે મણિપુર સામેની શરૂઆતની મૅચમાં મિઝોરમ તરફથી રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યું.

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 05:18 PM IST | West Indies | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK