અહેવાલ અનુસાર આ ઘટના ન્યુ ચંડીગઢની છે અને આ બાબતે યુઝવેન્દ્ર ચહલ કે તેની ટીમ તરફથી કોઈ ઑફિશ્યલ નિવેદન આપવામાં આવ્યું નથી.
યુઝવેન્દ્ર ચહલે ચાલતી લક્ઝરી કારમાં સ્મોકિંગ કરીને બહાર ફેંકી સિગારેટ
IPL ઇતિહાસના હાઇએસ્ટ વિકેટટેકર સ્પિનર યુઝવેન્દ્ર ચહલની સિવિક સેન્સ પર ગંભીર સવાલો ઊભા થયા છે. પંજાબ કિંગ્સ માટે રમતા ૩૫ વર્ષના આ ખેલાડીનો એક વિવાદિત વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં યુઝી ચહલ રાતના સમયે લક્ઝરી કારમાં ડ્રાઇવિંગ સાથે સ્મોકિંગ કરતો જોવા મળ્યો હતો. પૂરપાટ ઝડપી દોડતી કારમાંથી તે સિગારેટ ફેંકતો પણ જોવા મળ્યો હતો. આ વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થતાં યુઝી ચહલને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ તેણે ખુલાસો કર્યો હતો કે ક્રિકેટ-કરીઅર બચાવવા તેણે ૬ મહિનાથી વધુ સમયથી દારૂ પીવાનું છોડી દીધું છે. અહેવાલ અનુસાર આ ઘટના ન્યુ ચંડીગઢની છે અને આ બાબતે યુઝવેન્દ્ર ચહલ કે તેની ટીમ તરફથી કોઈ ઑફિશ્યલ નિવેદન આપવામાં આવ્યું નથી.
