Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર રાજસ્થાન રૉયલ્સના મૅનેજરને એક લાખનો દંડ

ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર રાજસ્થાન રૉયલ્સના મૅનેજરને એક લાખનો દંડ

Published : 18 April, 2026 04:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજસ્થાન રૉયલ્સનો ટીમ-મૅનેજર રોમી ભિંડર ૧૦ એપ્રિલે ગુવાહાટીમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની IPLની મૅચ દરમ્યાન ટીમના ડગઆઉટ પાસે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં ટીવી-કૅમેરામાં કેદ થયો હતો.

ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર રાજસ્થાન રૉયલ્સના મૅનેજરને એક લાખનો દંડ

ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરનાર રાજસ્થાન રૉયલ્સના મૅનેજરને એક લાખનો દંડ

રાજસ્થાન રૉયલ્સનો ટીમ-મૅનેજર રોમી ભિંડર ૧૦ એપ્રિલે ગુવાહાટીમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામેની IPLની મૅચ દરમ્યાન ટીમના ડગઆઉટ પાસે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં ટીવી-કૅમેરામાં કેદ થયો હતો.

ગઈ કાલે આ ઘટના વિશે ભારતીય ક્રિકેટ બોર્ડે સજા સંભળાવતાં લખ્યું હતું કે ‘IPLના ઍન્ટિ-કરપ્શન પ્રોટોકૉલ અનુસાર ખેલાડીઓ અને મૅચના અધિકારીઓના ક્ષેત્રમાં સેલફોન પર પ્રતિબંધ છે. રાજસ્થાન રૉયલ્સના મૅનેજર રવિન્દર સિંહ ભિંડરને ૧ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે ભૂલ સ્વીકારી લીધી છે અને બિનશરતી માફી માગી લીધી છે. તેને ભવિષ્યમાં વધુ કાળજી રાખવા અને સ્થાપિત માર્ગદર્શિકાનું કડક પાલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.’

૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીને બાજુમાં બેસાડીને મોબાઇલનો ઉપયોગ થતો હોવાનો વિડિયો વાઇરલ થતાં વિવાદ વધ્યો હતો. મોબાઇલમાં ગુપચુપ નજર રાખી રહેલા વૈભવ સૂર્યવંશીને કોઈ દંડ થયો નથી.

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK