Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રણજી ટ્રોફી : મુંબઈના ૩૯૬ સામે રેલવેઝે બે વિકેટે ૧૧૬ રન કર્યા

રણજી ટ્રોફી : મુંબઈના ૩૯૬ સામે રેલવેઝે બે વિકેટે ૧૧૬ રન કર્યા

Published : 04 November, 2026 09:18 AM | Modified : 04 November, 2026 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં ચોથા રાઉન્ડની રણજી મૅચના બીજા દિવસના અંતે મુંબઈએ ૨૮૦ રનની લીડ જાળવી રાખી હતી. મુંબઈએ પહેલી ઇનિંગ્સમાં ૧૨૩.૩ ઓવર રમીને ૩૯૬ રને તમામ વિકેટ ગુમાવી હતી.

શમ્સ મુલાનીએ ૭૧ રન ફટકારવાની સાથે ૧ વિકેટ પણ લીધી, ગુજરાત માટે ઉર્વિલ પટેલે ૧૭ ફોર અને ૭ સિક્સ સાથે ૨૧૦ રન ફટકાર્યા

શમ્સ મુલાનીએ ૭૧ રન ફટકારવાની સાથે ૧ વિકેટ પણ લીધી, ગુજરાત માટે ઉર્વિલ પટેલે ૧૭ ફોર અને ૭ સિક્સ સાથે ૨૧૦ રન ફટકાર્યા


મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં ચોથા રાઉન્ડની રણજી મૅચના બીજા દિવસના અંતે મુંબઈએ ૨૮૦ રનની લીડ જાળવી રાખી હતી. મુંબઈએ પહેલી ઇનિંગ્સમાં ૧૨૩.૩ ઓવર રમીને ૩૯૬ રને તમામ વિકેટ ગુમાવી હતી. રેલવેઝની ટીમે બીજા દિવસના અંતે પહેલી ઇનિંગ્સમાં ૩૫ ઓવરમાં ૧૧૬-૨નો સ્કોર કર્યો હતો.

બીજા દિવસે મુંબઈએ ૨૪૭-૬ના સ્કોરથી ઇનિંગ્સને આગળ વધારી હતી. સ્પિનર શમ્સ મુલાનીએ આઠમા ક્રમે રમીને ૧૫૩ બૉલમાં ૭ ફોરની મદદથી ૭૧ રન ફટકારીને ટીમનો સ્કોર ૪૦૦ રનની નજીક પહોંચાડ્યો હતો. વિકેટકીપર-બૅટર આકાશ આનંદે ૭૧ બૉલમાં ૭ ફોરના સહારે બાવન રન કર્યા હતા. રેલવેઝના ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાનને ૪ વિકેટ અને સ્પિનર રાજ ચૌધરીને ૩ વિકેટ મળી હતી. રેલવેઝના ઓપનર્સની ૮૦ રનની પાર્ટનરશિપ પછી મુંબઈને ૨૬મી અને ૨૭મી ઓવરમાં એક-એક વિકેટ મળી હતી. સ્પિનર્સ શમ્સ મુલાની અને તનુષ કોટિયને ૧-૧ વિકેટ લીધી હતી.



રણજી ટ્રોફીના ચોથા રાઉન્ડની મહત્ત્વપૂર્ણ અપડેટ


કેરલમ સામે ગુજરાતે ૧૪૪.૨ ઓવરમાં ૫૫૩-૮નો સ્કોર કરીને પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. છઠ્ઠા ક્રમે રમવા આવેલા સ્ટાર બૅટર ઉર્વિલ પટેલે ૨૨૭ બૉલમાં ૧૭ ફોર, ૭ સિક્સના આધારે અણનમ ૨૧૦ રન કર્યા હતા. કેરલમે બીજા દિવસના અંતે ૨૩ ઓવરમાં ૭૪-૩નો સ્કોર કર્યો હતો.

ઉત્તર પ્રદેશ સામે બરોડાની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૧૧૫.૩ ઓવર રમીને ૩૫૫ રનના સ્કોરે ઑલઆઉટ થઈ હતી. ઉત્તર પ્રદેશે પોતાની પહેલી ઇનિંગ્સમાં વિકેટ ગુમાવ્યા વગર પંચાવન ઓવરમાં ૧૯૬ રનની ભાગીદારી કરી છે.


પહેલી ઇનિંગ્સમાં ત્રિપુરાના ૨૬૮ રનની સામે સૌરાષ્ટ્રની ટીમ ૪૫.૫ ઓવરમાં માત્ર ૧૧૮ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગ્સમાં બાવીસ ઓવરની રમતમાં ૫૪-૪નો સ્કોર કરીને ત્રિપુરાએ ૨૦૪ રનની લીડ જાળવી રાખી છે.

ગઈ કાલે પંજાબના બૅટર સનવીર સિંહે આંધ્ર પ્રદેશ સામે ૩૭૫ બોલમાં બાવીસ ફોરની મદદથી ૨૦૫ રન કર્યા હતા. તામિલનાડુના પ્રદોષ રંજન પોલે ચંડીગઢ સામે ૩૩૫ બૉલમાં ૧૪ ફોરને આધારે ૨૦૮ રન કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK