આ લિસ્ટમાં સૌથી હાઇએસ્ટ ૩૯.૬ ટકાનો ગ્રોથ મુંબઈકર શ્રેયસ ઐયરની ટીમ પંજાબ કિંગ્સને મળ્યો છે જે ફાઇનલમાં માત્ર ૬ રનથી હારી ગઈ હતી. ૨૦૨૪માં એની બ્રૅન્ડ-વૅલ્યુ ૧૦૧ મિલ્યન ડૉલર હતી
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ IPL ટીમ
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક હૉલિહૅન લોકીનો IPLની ટીમની બ્રૅન્ડ-વૅલ્યુને લઈને એક રસપ્રદ રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સને પછાડીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ IPL ટીમ બ્રૅન્ડ-વૅલ્યુમાં પ્રથમ ક્રમે પહોંચી છે. આ લિસ્ટમાં સૌથી હાઇએસ્ટ ૩૯.૬ ટકાનો ગ્રોથ મુંબઈકર શ્રેયસ ઐયરની ટીમ પંજાબ કિંગ્સને મળ્યો છે જે ફાઇનલમાં માત્ર ૬ રનથી હારી ગઈ હતી. ૨૦૨૪માં એની બ્રૅન્ડ-વૅલ્યુ ૧૦૧ મિલ્યન ડૉલર હતી જે આ વર્ષે વધીને ૧૪૧ ડૉલર થઈ છે.
બૅન્ગલોરની બ્રૅન્ડ-વૅલ્યુ ૧૮.૫ ટકા વધીને ૨૬૯ મિલ્યન ડૉલર, મુંબઈની ૧૮.૬ ટકા વધીને ૨૪૨ મિલ્યન ડૉલર અને ચેન્નઈની માત્ર ૧.૭ ટકા વધીને ૨૩૫ મિલ્યન ડૉલર થઈ છે. આ લિસ્ટમાં કલકત્તા નાઇટ રાઇડર્સ (૨૨૭ મિલ્યન ડૉલર) ચોથા ક્રમે, સનરાઇઝર્સ હૈદરાબાદ (૧૫૪ મિલ્યન ડૉલર) પાંચમા ક્રમે, દિલ્હી કૅપિટલ્સ (૧૫૨ મિલ્યન ડૉલર) છઠ્ઠા ક્રમે, રાજસ્થાન રૉયલ્સ (૧૪૬ મિલ્યન ડૉલર) સાતમા ક્રમે, ગુજરાત ટાઇટન્સ (૧૪૨ મિલ્યન ડૉલર) આઠમા ક્રમે, પંજાબ કિંગ્સ (૧૪૧ મિલ્યન ડૉલર) નવમા ક્રમે અને લખનઉ સુપર કિંગ્સ (૧૨૨ મિલ્યન ડૉલર) દસમા ક્રમે છે.
ADVERTISEMENT
પંજાબ કિંગ્સની બ્રૅન્ડ વૅલ્યુમાં થયો સૌથી વધુ ૩૯.૬ ટકાનો વધારો

