ભારતની નવી વર્લ્ડ કપ વિજેતા બનનાર રિચા ઘોષને પશ્ચિમ બંગાળ સરકારે પોલીસમાં DSP રૅન્કથી સન્માનિત કરી હતી. આ રૅન્ક હેઠળ તેને સિલિગુડી કમિશનરેટમાં અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP)ની જવાબદારી સોંપવામાં આવી છે.
ખાખી વરદીની જવાબદારી સંભાળી ચૅમ્પિયન રિચા ઘોષે
ભારતની નવી વર્લ્ડ કપ વિજેતા બનનાર રિચા ઘોષને પશ્ચિમ બંગાળ સરકારે પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (DSP) રૅન્કથી સન્માનિત કરી હતી. આ રૅન્ક હેઠળ તેને સિલિગુડી કમિશનરેટમાં અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP)ની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતની પ્રથમ મહિલા વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર આ બાવીસ વર્ષની વિકેટકીપર-બૅટ્સમૅને સ્ટેટ પોલીસ-ડિરેક્ટર રાજીવ કુમારને ખાખી વરદીમાં મળીને પોતાનું કામકાજ શરૂ કર્યું હતું.


