શનિવારે લખનઉ સામે પંજાબ કિંગ્સને પહેલી IPL સદી ફટકારીને મૅચ જિતાડનાર શ્રેયસ ઐયરની હેડ કોચ રિકી પૉન્ટિંગે પ્રશંસા કરી છે. મૅચ માટે રિકી પૉન્ટિંગે કહ્યું કે ‘બે વર્ષ પહેલાં ઑક્શનમાં શ્રેયસ ઐયર પર ૨૬.૭૫ કરોડ રૂપિયા ખર્ચ કરવા અર્થપૂર્ણ હતા.
શ્રેયસ ઐયર અને રિકી પૉન્ટિંગ
શનિવારે લખનઉ સામે પંજાબ કિંગ્સને પહેલી IPL સદી ફટકારીને મૅચ જિતાડનાર શ્રેયસ ઐયરની હેડ કોચ રિકી પૉન્ટિંગે પ્રશંસા કરી છે. મૅચ માટે રિકી પૉન્ટિંગે કહ્યું કે ‘બે વર્ષ પહેલાં ઑક્શનમાં શ્રેયસ ઐયર પર ૨૬.૭૫ કરોડ રૂપિયા ખર્ચ કરવા અર્થપૂર્ણ હતા. હવે તે ખૂબ પરિપક્વ ખેલાડી છે અને ખૂબ પરિપક્વ લીડર છે. તે મેદાન પર પોતાની લાગણીઓને કાબૂમાં રાખે છે. તેની ટીમના ખેલાડીઓ તરફથી તેને ઘણો આદર મળે છે.’
શ્રેયસ ઐયરની આગેવાનીમાં પંજાબ ૨૦૨૫માં ૧૪ લીગ-સ્ટેજ મૅચમાં ૯ જીત અને ૪ હારની મદદથી ૧૯ પૉઇન્ટ સાથે પૉઇન્ટ-ટેબલ પર પ્રથમ ક્રમાંકે રહ્યું હતું. જોકે ફાઇનલ મૅચમાં પંજાબને હાર મળી હતી. આ સીઝનમાં પંજાબ ૧૪ મૅચમાં ૭ જીત, ૬ હાર અને એક નો-રિઝલ્ટ મૅચને કારણે ૧૫ પૉઇન્ટ સાથે પ્લેઑફમાં એન્ટ્રી મારતાં ચૂકી ગયું હતું. શ્રેયસ ઐયરે ૨૦૨૫માં ૧૭ મૅચમાં ૬ ફિફ્ટીની મદદથી ૬૦૪ રન કર્યા હતા. આ સીઝનમાં તેણે ૧૪ મૅચમાં ૧ સદી અને પાંચ ફિફ્ટીના આધારે ૪૯૮ રન કર્યા હતા.
