રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન માટે બન્ને પરિવારોમાં તૈયારીઓ ચાલી રહી છે. પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના મછલીશહર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સમાજવાદી પાર્ટીના સાંસદ છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેઓ પ્રથમ વખત સંસદમાં પહોંચ્યા છે.
ક્રિકેટર રિન્કુ સિંહ પરિવાર સાથે PM મોદીને મળ્યો (તસવીર: સોશિયલ મીડિયા)
ભારતીય ક્રિકેટર રિન્કુ સિંહ રવિવારે પરિવાર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. આ મુલાકાત દરમિયાન ક્રિકેટરે વડા પ્રધાનને તેના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. રિન્કુ સિંહ ૪ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન સમારોહ લખનૌની રામાડા હૉટેલમાં યોજાશે. રિન્કુ સિંહની સાથે તેમના માતા બીના દેવી, ભાઈ સોનુ સિંહ અને બહેન નેહા સિંહ પણ હતા. મુલાકાત દરમિયાન, પરિવારે વડા પ્રધાનને ફૂલોનો ગુલદસ્તો અને લગ્નનું આમંત્રણ પત્ર આપ્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રિન્કુના માતા બીના દેવીની તબિયત પૂછી અને પરિવારના અન્ય સભ્યો વિશે પણ વાત કરી. રિન્કુએ સોશિયલ મીડિયા પર મુલાકાતની તસવીરો શૅર કરતા લખ્યું, "મારા પરિવાર સાથે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને, તેમને અમારા લગ્નનું આમંત્રણ આપીને અને તેમના આશીર્વાદ મેળવીને હું ગૌરવ અનુભવું છું. આ અમારા માટે ખરેખર એક વિશેષ ક્ષણ છે."
૪ ડિસેમ્બરે લખનઉમાં યોજાશે લગ્ન
ADVERTISEMENT
રિન્કુ સિંહ અને પ્રિયા સરોજના લગ્ન માટે બન્ને પરિવારોમાં તૈયારીઓ ચાલી રહી છે. પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના મછલીશહર લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સમાજવાદી પાર્ટીના સાંસદ છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેઓ પ્રથમ વખત સંસદમાં પહોંચ્યા છે. આ પહેલા, રિન્કુ સિંહના પરિવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ મળ્યો હતો અને તેમને પણ લગ્નનું આમંત્રણ આપ્યું હતું. વડા પ્રધાન અને મુખ્યમંત્રી બન્નેને આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી, આ સમારોહમાં અન્ય દિગ્ગજ રાજકીય હસ્તીઓની હાજરી અંગે અટકળો લગાવાઈ રહી છે. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે અન્ય રાજકીય નેતાઓ લગ્નમાં હાજરી આપશે કે કેમ, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
View this post on Instagram
જૂન ૨૦૨૫માં થઈ હતી સગાઈ
રિન્કુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ ૮ જૂન, ૨૦૨૫ના રોજ લખનઉની `ધ સેન્ટ્રમ` (The Centrum) હૉટેલમાં થઈ હતી. સગાઈ સમારોહમાં ક્રિકેટ અને રાજકારણ જગતની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. ક્રિકેટ સંબંધિત કારણને લીધે લગ્નની તારીખ મુલતવી રાખવી પડી હતી. હવે આ યુગલ ૪ ડિસેમ્બરે લગ્ન કરશે. મીડિયા અહેવાલો અનુસાર, વિરાટ કોહલી, રોહિત શર્મા, ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને બીસીસીઆઈ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને લગ્નનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જોકે, આ મહેમાનો સમારોહમાં હાજરી આપશે કે કેમ તે અંગે હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. રિન્કુ સિંહ ભારતીય ટીમના મહત્ત્વના બૅટર્સમાનો એક છે અને આઈપીએલ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમે છે. બીજી તરફ, પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના મછલીશહર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
