KKRએ બનાવ્યો વાઇસ-કૅપ્ટન અને ઉત્તર પ્રદેશ સરકારે બનાવ્યો રીજનલ સ્પોર્ટ્સ ઑફિસર, અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ IPL 2025માં વાઇસ કૅપ્ટનનું પદ વેન્કટેશ ઐયર સંભાળતો હતો. જોકે તેને ઑક્શન પહેલાં ટીમમાં રિલીઝ કરવામાં આવ્યો હતો.
એક જ દિવસમાં રિન્કુ સિંહને મળ્યા બબ્બે ગુડ ન્યુઝ
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ આગામી સીઝન માટે રિન્કુ સિંહને વાઇસ-કૅપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. કલકત્તા માટે IPL 2018માં ૮૦ લાખ રૂપિયામાં રમનાર રિન્કુ સિંહ હાલમાં આ ટીમ માટે ૧૩ કરોડ રૂપિયામાં રમવાનો છે.
અજિંક્ય રહાણેની આગેવાની હેઠળ IPL 2025માં વાઇસ કૅપ્ટનનું પદ વેન્કટેશ ઐયર સંભાળતો હતો. જોકે તેને ઑક્શન પહેલાં ટીમમાં રિલીઝ કરવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશ સરકારે રિન્કુ સિંહને રીજનલ સ્પોર્ટ્સ ઑફિસર (RSO) નિયુક્ત કર્યો છે. જોકે પ્રી-સીઝન કૅમ્પમાં વ્યસ્ત હોવાથી તે ગઈ કાલે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પાસેથી જૉઇનિંગ લેટર લેવા ઇવેન્ટમાં હાજર રહી શક્યો નહોતો.
