Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હું પાકિસ્તાનની T20 ટીમમાં રમવાને લાયક નથી : રિઝવાન

હું પાકિસ્તાનની T20 ટીમમાં રમવાને લાયક નથી : રિઝવાન

Published : 20 April, 2026 03:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની રાવલપિંડી ટીમ લાગલગાટ ૭ મૅચ હારીને ૮ ટીમો વચ્ચે તળિયાની ટીમ રહી છે.

મોહમ્મદ રિઝવાન

મોહમ્મદ રિઝવાન


પાકિસ્તાનનો સ્ટાર બૅટર મોહમ્મદ રિઝવાન પાકિસ્તાન સુપર લીગમાં ખરાબ ફૉર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ૭ મૅચમાં તે કૅપ્ટન તરીકે ૧૦૭ રન જ કરી શક્યો છે. તેની રાવલપિંડી ટીમ લાગલગાટ ૭ મૅચ હારીને ૮ ટીમો વચ્ચે તળિયાની ટીમ રહી છે. આ બધા વચ્ચે રિઝવાને પોતાના ફૉર્મ વિશે મોટું નિવેદન આપ્યું છે. T20 રમવાનું ચાલુ રાખવું જોઈએ કે નહીં એના જવાબમાં રિઝવાને કહ્યું હતું કે ‘જ્યારે હું બિગ બૅશ લીગમાં રમી રહ્યો હતો ત્યારે મેં સિલેક્ટર્સને કહ્યું હતું કે મારા પ્રદર્શનથી હું પાકિસ્તાન ટીમમાં સ્થાન મેળવવાને લાયક નથી. મેં અગાઉ પણ મારા કૅપ્ટનોને મારી જગ્યાએ બીજા કોઈને પસંદ કરવાનું કહ્યું છે. જો હું ફૉર્મમાં હોઈશ તો ટીમમાં પાછો ફરીશ.’


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK