ભારતના સ્ટાર બૅટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે વન-ડે ફૉર્મેટમાં જ રમતા જોવા મળશે. મોટા ભાગના ફૅન્સ અને ક્રિકેટ નિષ્ણાત માને છે કે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ રમ્યા બાદ જ બન્ને ક્રિકેટર્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહેશે.
સુનીલ ગાવસ્કર
T20 ઇન્ટરનૅશનલ અને ટેસ્ટ-ક્રિકેટમાંથી એક જ સમયગાળામાં રિટાયરમેન્ટ લેનાર ભારતના સ્ટાર બૅટર્સ રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે વન-ડે ફૉર્મેટમાં જ રમતા જોવા મળશે. મોટા ભાગના ફૅન્સ અને ક્રિકેટ નિષ્ણાત માને છે કે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ રમ્યા બાદ જ બન્ને ક્રિકેટર્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટને અલવિદા કહેશે.
જોકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘ના, મને નથી લાગતું કે તેઓ (વન-ડે વર્લ્ડ કપ) રમશે. સાચું કહું તો મને નથી લાગતું કે તેઓ ત્યાં સુધી રમશે. જોકે એવી શક્યતા છે કે તેઓ આગામી એક વર્ષમાં શાનદાર ફૉર્મમાં આવશે અને સતત સેન્ચુરીઓ ફટકારતા રહેશે. જો આવું થશે તો ભગવાન પણ તેમને ટીમમાંથી દૂર કરી શકશે નહીં.
ADVERTISEMENT
તેઓ રમતના આ ફૉર્મેટમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. શું લાગે છે કે તેઓ ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ટીમમાં હશે? શું તેઓ જે પ્રકારનું યોગદાન આપવા માટે જાણીતા છે એ કરી શકશે? સિલેક્શન કમિટીએ આ વિશે ઘણો વિચાર કરવો પડશે. જો લાગશે કે તેઓ ટીમમાં એટલું જ યોગદાન આપશે જેટલું તેઓ અત્યારે આપી રહ્યા છે તો આ બન્ને પ્લેયર્સ પોતાનું સ્થાન જાળવી શકે છે.’
રોહિત શર્મા, આર. અશ્વિન બાદ વિરાટ કોહલીને પણ રમવા ન મળી ફેરવેલ ટેસ્ટ-મૅચ
સોશ્યલ મીડિયા પર ક્રિકેટ-ફૅન્સ વચ્ચે ભારતીય ક્રિકેટર્સની અણધારી વિદાયને કારણે ભારે રોષ છે. છેલ્લા કેટલાક સમયથી વિદેશી ટીમોના પ્લેયર્સ ક્રિકેટના મેદાન પર પોતાની ફેરવેલ-મૅચ રમીને વિદાય લઈ રહ્યા છે, જ્યારે ભારતીય ફૅન્સને આવી ફેરવેલ-મૅચમાં હાજર રહી પોતાના ફેવરિટ ક્રિકેટરને એક શાનદાર વિદાય આપવાની તક નથી મળી રહી. ઑસ્ટ્રેલિયામાં છેલ્લી બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન અને કારમી હારની અસરથી ભારતીય ટેસ્ટ-ક્રિકેટ ટીમે ત્રણ લેજન્ડ પ્લેયર્સ ગુમાવી દીધા છે. સ્પિનર રવિચન્દ્રન અશ્વિન, કૅપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બૅટર વિરાટ કોહલીએ મેદાનની બહાર રિટાયરમેન્ટની જાહેરાત કરીને ભારતીય ફૅન્સને નિરાશ પણ કર્યા છે.

