યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સુધાકર શિંદે દ્વારા કરેલી જાહેરાત અનુસાર રોહિત શર્માને ડૉક્ટર ઑફ લેટર્સની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તેણે આ સન્માનનો ખુશીથી સ્વીકાર કર્યો છે.
રોહિત શર્મા
ગઈ કાલે ભારતનો સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા પુણેમાં અજિંક્ય ડી. વાય. પાટીલ યુનિવર્સિટીમાં માનદ ડૉક્ટરેટની પદવીથી સન્માનિત થવાનો હતો. જોકે તે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજર રહી શક્યો નહોતો.
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સુધાકર શિંદે દ્વારા કરેલી જાહેરાત અનુસાર રોહિત શર્માને ડૉક્ટર ઑફ લેટર્સની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તેણે આ સન્માનનો ખુશીથી સ્વીકાર કર્યો છે. ક્રિકેટ બોર્ડ દ્વારા બોલાવવામાં આવેલી તાત્કાલિક અને મહત્ત્વપૂર્ણ બેઠકને કારણે તે રૂબરૂ હાજર રહી શક્યો નહીં. રોહિત શર્મા ટૂંક સમયમાં યુનિવર્સિટી-કૅમ્પસની મુલાકાત લેશે.


