ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૫૦ સિક્સર ફટકારનાર
રોહિત શર્મા
કટકમાં અંગ્રેજ ટીમ સામે ૧૩૨.૨૨ના સ્ટ્રાઇક-રેટથી ૧૧૯ રનની ઇનિંગ્સ રમીને રોહિત શર્માએ ઘણા રેકૉર્ડ બનાવ્યા અને ઘણા તોડ્યા પણ છે. આ વન-ડેમાં સાત સિક્સર ફટકારીને તેણે ઘણા કીર્તિમાન પોતાને નામે કર્યા છે. તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૨૫૦ સિક્સર ફટકારનાર પહેલો કૅપ્ટન બન્યો છે. આ લિસ્ટમાં તે ઇયોન મૉર્ગન, મહેન્દ્ર સિંહ ધોની અને રિકી પૉન્ટિંગ જેવા કૅપ્ટન્સથી ઘણો આગળ છે.
સૌથી વધુ સિક્સર ફટકારનાર પ્લેયર્સના લિસ્ટમાં રોહિત શર્મા (૩૩૮) પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહીદ આફ્રિદી (૩૫૧)થી ૧૩ સિક્સર પાછળ છે. રોહિતે કટકમાં ૭ સિક્સર ફટકારીને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ક્રિસ ગેઇલ (૩૩૧ સિક્સર)ને પાછળ છોડ્યો છે.
ADVERTISEMENT
સૌથી વધુ સિક્સર ફટકારનાર કૅપ્ટન્સ |
|
રોહિત શર્મા |
૨૫૦ |
ઇયોન મૉર્ગન |
૨૩૩ |
મહેન્દ્ર સિંહ ધોની |
૨૧૧ |
રિકી પૉન્ટિંગ |
૧૭૧ |
બ્રેન્ડન મૅક્લમ |
૧૭૦ |
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)