Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ICCનાં વન-ડે રૅન્કિંગ્સમાં રોહિત શર્મા, શ્રેયસ ઐયર, કુલદીપ યાદવ સહિતના ભારતીયોને નુકસાન થયું

ICCનાં વન-ડે રૅન્કિંગ્સમાં રોહિત શર્મા, શ્રેયસ ઐયર, કુલદીપ યાદવ સહિતના ભારતીયોને નુકસાન થયું

Published : 19 November, 2026 08:59 AM | Modified : 19 November, 2026 09:19 AM | IST | Wellington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કે.એલ. રાહુલ (૬૪૪ રેટિંગ) એક સ્થાનના નુકસાન સાથે અગિયારમા ક્રમે આવી ગયો છે. શ્રેયસ ઐયર (૫૯૫ રેટિંગ) પાંચ સ્થાનના નુકસાન સાથે ૨૩મા ક્રમે પહોંચ્યો છે. ઈશાન કિશન (૪૮૮ રેટિંગ) ૭ સ્થાનના ફાયદા સાથે ૫૭મા અને અક્ષર પટેલ (૪૧૦ રેટિંગ) ૧૭ સ્થાનના ફાયદા.

શ્રેયસ ઐયર અને રોહિત શર્મા

શ્રેયસ ઐયર અને રોહિત શર્મા


ICCનાં બૅટર્સ વન-ડે રૅન્કિંગ્સમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર થયા છે. શુભમન ગિલ (૮૦૬ રેટિંગ), ડૅરિલ મિચલ (૭૭૮ રેટિંગ), વિરાટ કોહલી (૭૫૭ રેટિંગ) ટૉપ થ્રીમાં જળવાઈ રહ્યા છે. રોહિત શર્મા (૭૩૨ રેટિંગ) ચોથાથી પાંચમા ક્રમે આવી ગયો છે. અફઘાનિસ્તાનનો ઇબ્રાહમ ઝાદરાન (૭૫૨ રેટિંગ) એક સ્થાનના ફાયદા સાથે ચોથા ક્રમે પહોંચ્યો છે.

કે.એલ. રાહુલ (૬૪૪ રેટિંગ) એક સ્થાનના નુકસાન સાથે અગિયારમા ક્રમે આવી ગયો છે. શ્રેયસ ઐયર (૫૯૫ રેટિંગ) પાંચ સ્થાનના નુકસાન સાથે ૨૩મા ક્રમે પહોંચ્યો છે. ઈશાન કિશન (૪૮૮ રેટિંગ) ૭ સ્થાનના ફાયદા સાથે ૫૭મા અને અક્ષર પટેલ (૪૧૦ રેટિંગ) ૧૭ સ્થાનના ફાયદા સાથે ૮૭મા ક્રમે આવી ગયા છે.



વન-ડે બોલર્સ રૅન્કિંગ્સમાંથી કુલદીપ યાદવ (૫૮૦ રેટિંગ) ટૉપ ટેનમાંથી બહાર થયો છે. તે ૮ સ્થાનના નુકસાન સાથે પંદરમા ક્રમે આવી ગયો છે. અર્શદીપ સિંહ (૫૬૭ રેટિંગ) ૧૨ સ્થાનના કૂદકા સાથે ૧૯મા ક્રમે અક્ષર પટેલ (૫૬૭ રેટિંગ) સાથે જોડાયો છે. જસપ્રીત બુમરાહ (૫૦૬ રેટિંગ) ૪ સ્થાનના નુકસાનને કારણે ૪૩મા, રવીન્દ્ર જાડેજા (૪૮૨ રેટિંગ) ૬ સ્થાનના નુકસાનને કારણે બાવનમા અને પ્રસિદ્ધ ક્રિષ્ના (૪૭૩ રેટિંગ) ૬ સ્થાન નીચે ૫૮મા ક્રમે આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 09:19 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK