Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાન સામેની વન-ડેમાં રમીને રોહિત શર્મા મોહિન્દર અમરનાથનો ૩૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડશે

અફઘાનિસ્તાન સામેની વન-ડેમાં રમીને રોહિત શર્મા મોહિન્દર અમરનાથનો ૩૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડશે

Published : 12 June, 2026 12:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ ધરમશાલા, લખનઉ અને ચેન્નઈમાં રમાવાની છે

રોહિત શર્મા

રોહિત શર્મા


શનિવારથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ ધરમશાલા, લખનઉ અને ચેન્નઈમાં રમાવાની છે. ભારતનો અનુભવી બૅટર રોહિત શર્મા હૅમસ્ટ્રિંગ ઇન્જરીમાંથી સ્વસ્થ થઈને હવે આ વન-ડે સિરીઝ રમવા માટે ફિટ છે. મોહાલીમાં પ્રૅક્ટિસ કર્યા બાદ રોહિત શર્મા સાથી પ્લેયર્સ સાથે ગઈ કાલે ધરમશાલા પહોંચ્યો છે.  અફઘાનિસ્તાન સામેની વન-ડે મૅચમાં રમીને રોહિત શર્મા ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર મોહિન્દર અમરનાથનો ૩૭ વર્ષ જૂનો રેકૉર્ડ તોડી શકે છે. મોહિન્દર અમરનાથના નામે ભારત તરફથી ૩૯ વર્ષ ૩૬ દિવસની સૌથી મોટી ઉંમરે વન-ડે મૅચ રમવાનો રેકૉર્ડ છે. તેણે ભારત માટે પોતાની છેલ્લી વન-ડે વર્ષ ૧૯૮૯માં રમી હતી. શનિવારે અફઘાનિસ્તાન સામે પહેલી વન-ડે રમશે ત્યારે રોહિત શર્માની ઉંમર ૩૯ વર્ષ ૪૪ દિવસની થશે. 


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2026 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK