Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોમારિયો શેફર્ડની હૅટ-ટ્રિક અને પાંચ વિકેટના સહારે સ્કૉટલૅન્ડને હરાવ્યું કૅરિબિયન ટીમે

રોમારિયો શેફર્ડની હૅટ-ટ્રિક અને પાંચ વિકેટના સહારે સ્કૉટલૅન્ડને હરાવ્યું કૅરિબિયન ટીમે

Published : 08 February, 2026 11:51 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિમરન હેટમાયરના ઝડપી ૬૪ રનની મદદથી ૧૮૨ રન કર્યા બાદ સ્કૉટલૅન્ડને ૧૪૭ રને અટકાવીને વેસ્ટ ઇન્ડીઝે ૩૫ રને જીત મેળવી

૧૭મી ઓવરમાં હૅટ-ટ્રિક સહિત ૪ વિકેટ લઈને ઉજવણી કરી રોમારિયો શેફર્ડે.

૧૭મી ઓવરમાં હૅટ-ટ્રિક સહિત ૪ વિકેટ લઈને ઉજવણી કરી રોમારિયો શેફર્ડે.


કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં ગઈ કાલે બપોરે રમાયેલી T20 વર્લ્ડ કપની બીજી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે સ્કૉટલૅન્ડને ૩૫ રને હરાવ્યું હતું. આ હરીફ ટીમ સામે વેસ્ટ ઇન્ડીઝે પોતાની બીજી મૅચ રમીને પહેલી T20 જીત નોંધાવી હતી. બંગલાદેશના સ્થાને વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવનાર સ્કૉટલૅન્ડ વેસ્ટ ઇન્ડીઝના ૧૮૨/૫ના સ્કોર સામે ૧૮.૫ ઓવરમાં ૧૪૭ રને ઑલઆ‌ઉટ થઈ ગયું હતું. 
શિમરન હેટમાયરે ત્રીજા ક્રમે રમીને વેસ્ટ ઇન્ડીઝ તરફથી વર્લ્ડ કપની બાવીસ બૉલની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. તેણે ૩૬ બૉલમાં બે ફોર અને ૬ સિક્સની મદદથી ૬૪ રન ફટકાર્યા હતા. સ્કૉટલૅન્ડના પેસ બોલર બ્રૅડ કરીને સૌથી વધુ બે વિકેટ મળી હતી.  

100: વેસ્ટ ઇન્ડીઝ માટે દરેક ફૉર્મેટમાં આટલી વિકેટ લેનાર પહેલો બોલર બન્યો જેસન હોલ્ડર. 



સ્કૉટલૅન્ડના કૅપ્ટન રિચી બેરિંગ્ટને રન-ચેઝ દરમ્યાન લડત આપી હતી. તેણે ચોથા ક્રમે રમીને ૨૪ બૉલમાં ૩ ફોર અને બે સિક્સની મદદથી ૪૨ રન કર્યા હતા. ૧૭મી ઓવરમાં ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર રોમારિયો શેફર્ડે માત્ર એક રન આપીને હૅટ-ટ્રિક સહિત ૪ વિકેટ ઝડપી હતી. ૩ ઓવરના સ્પેલમાં તેણે માત્ર ૨૦ રન આપીને પાંચ વિકેટ ઝડપીને T20 કરીઅરનું બેસ્ટ પ્રદર્શન નોંધાવ્યું હતું. ફાસ્ટ બોલર જેસન હોલ્ડરે પણ ૩.૫ ઓવરમાં ૩૦ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. 
રોમારિયો શેફર્ડની હૅટ-ટ્રિક વર્તમાન વર્લ્ડ કપની પહેલી અને ઓવરઑલ T20 વર્લ્ડ કપ ઇતિહાસની દસમી હૅટ-ટ્રિક હતી. વેસ્ટ ઇન્ડીઝ માટે આ ફૉર્મેટમાં બે વખત હૅટ-ટ્રિક લેનાર તે પહેલો બોલર બન્યો છે. ફુલ મેમ્બર નૅશનલ ટીમોમાં તે આ કમાલ કરનાર ચોથો પ્લેયર છે. T20 વર્લ્ડ કપમાં કૅરિબિયન ટીમ તરફથી બેસ્ટ બોલિંગ-પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર્સમાં તેનું નામ પહેલા ક્રમે આવી ગયું છે. 


Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 11:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK