Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 08 February, 2026 06:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
તમારી સામે આવતી તકોનો મહત્તમ ઉપયોગ કરો અને તમારાં સપનાંઓને સાકાર કરતી વખતે ડરને તમારા પર હાવી ન થવા દો. કોઈ પણ રીતે વધુ પડતું કામ કર્યા વિના મહત્ત્વપૂર્ણ સંબંધોને જાળવવા માટે સમય કાઢો. કાર્ય સંબંધિત વર્કશૉપ અને વર્ગોમાં હાજરી આપીને તમારા પ્રોફેશનલ જ્ઞાનને વિસ્તૃત કરવાનો આ સારો સમય છે. જો જરૂર પડે તો આ ઑનલાઇન પણ હોઈ શકે છે.

અક્વેરિયન્સની શૅડો સાઇડ
અક્વેરિયન્સ જાતકો પોતાની સ્વતંત્રતાને મહત્ત્વ આપે છે, પરંતુ એનાથી તેઓ ભાવનાત્મક રીતે અલગ થઈ શકે છે અને બીજાઓથી રસ ધરાવતા નથી. તેઓ ખૂબ જ સરળતાથી કંટાળી શકે છે અને તેમનાં લક્ષ્યો સુધી પહોંચી શકતા નથી. અક્વેરિયન્સ જાતકો પરિસ્થિતિનો સામનો કરવાને બદલે વધુ પડતું વિચારવા અને નકારાત્મક અને ખરાબ પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સંવેદનશીલ હોય છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


જ્યારે તમને જરૂર હોય ત્યારે મદદ માટે પૂછો અને બધું જાતે જ કરવાનું માઇન્ડસેટ બનાવો નહીં. સારી રીતે વિચારીને નાણાકીય નિર્ણયો લો.
લાઇફ ટિપ : જે ગેરસમજને કારણે થયો હોય એવા ભૂતકાળના કોઈ પણ અફસોસને છોડી દો. માફ કરવા અને ભૂલી જવા તૈયાર રહો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


જો તમારી પાસે સામાન્ય કરતાં વધુ કામ હોય તો વ્યવસ્થિત રહેવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ નવા રોકાણમાં નાણાંને રોકતાં પહેલાં જાણકારી મેળવો.
લાઇફ ટિપ : તમે શું પ્રાપ્ત કરવા માગો છો એ વિશે સ્પષ્ટતા એ તમારાં લક્ષ્યો તરફનું પ્રથમ પગલું છે. લોકોની સાથે જવાને બદલે તમારી પોતાની યોજના બનાવો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

ખોટા નિષ્કર્ષ પર જવાથી બિનજરૂરી મૂંઝવણ અને ગેરસમજ થઈ શકે છે. મિલકતની બાબતો માટે આ એક સકારાત્મક સમય છે.
લાઇફ ટિપ : જો તમે તમારી પ્રાથમિકતાઓ અને તમે જે ફેરફારો કરવા તૈયાર છો એના વિશે ખૂબ જ સ્પષ્ટ હો તો તમારા પ્રોફેશનલ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન શોધવું સરળ બનશે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

કોઈ પણ અટવાયેલી કે ધીમી ગતિએ ચાલતી પરિસ્થિતિને ધીરજથી હૅન્ડલ કરો. કામ પર સ્પર્ધાત્મક પરિસ્થિતિનો સામનો કરતા લોકોએ એને ચતુરાઈથી હૅન્ડલ કરવાની જરૂર છે.
લાઇફ ટિપ : તમારા અંતર્જ્ઞાનને ઓળખો તેમ જ તમે વિશ્વાસુ વ્યક્તિના કોઈ પણ માર્ગદર્શનનું પાલન કરો. જ્યારે તમારે કોઈ નિર્ણય લેવાની જરૂર હોય ત્યારે શું કરવું એ તમને ખબર પડશે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

ટીમ સાથે કામ કરતા લોકોએ બિનજરૂરી ઈગોના મુદ્દાઓમાં પડવાનું ટાળવું જોઈએ. જે સિંગલ લોકોએ હમણાં જ કોઈ નવી વ્યક્તિ સાથે ડેટિંગ શરૂ કર્યું છે તેમણે ધીમે-ધીમે આ સમીકરણને સ્વીકારવું જોઈએ.
લાઇફ ટિપ : જ્યારે પણ તમે પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરો છો ત્યારે તમારી જાત સાથે પ્રામાણિક બનો. તમારા ડર પર નહીં પણ તમારાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

પરિસ્થિતિ વિશે વધુ પડતું વિચાર્યા વિના ભૂતકાળને ભૂલી જવાનો સભાન નિર્ણય લો. બિનજરૂરી રોકાણો કરવાનું ટાળો અને કાળજીપૂર્વક સંશોધન કર્યા બાદ નિર્ણય લેવો.
લાઇફ ટિપ : તમે અત્યાર સુધી કરેલી પ્રગતિનો સ્વીકાર કરો. પોતાની સંભાળ માટે સમય કાઢો અને ફક્ત મનોરંજન માટે કંઈક એવું કરો જે તમને ગમતું હોય.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

તમારી પાસે રહેલી કોઈ પણ માહિતી અથવા લાભનો યોગ્ય રીતે ઉપયોગ કરો. જે સિંગલ લોકો કોઈ નવી વ્યક્તિને મળ્યા છે તેમણે વ્યક્તિગત વિગતો વધુ પડતી શૅર ન કરવી જોઈએ.
લાઇફ ટિપ : તમારા જીવનના એ પાસાને એક વાર જુઓ જેને તમે બદલવા માગો છો અને જે અવરોધો તમને રોકી રહ્યા છે એને છોડી દો. તમે તમારી આદતોને બદલે ખુદને મહત્ત્વ આપો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના શક્ય એટલી ઝડપથી કોઈ પણ વધારાનું કામ પૂરું કરો. તમારા સ્વાસ્થ્યનું થોડું વધારે ધ્યાન રાખો અને ખાતરી કરો કે તમને પૂરતી ઊંઘ મળે.
લાઇફ ટિપ : તમારાં લક્ષ્યો તરફ કામ કરતી વખતે એક પછી એક પગલા પર ધ્યાન કેન્દ્રિત કરો અને ભવિષ્ય વિશેનો કોઈ પણ ડરને છોડી દો. જીવન એક પ્રક્રિયા છે, ડેસ્ટિનેશન નથી.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈ પણ પડકારજનક પરિસ્થિતિને સ્પષ્ટ અને ભાવનાહીન રીતે સંભાળવાની જરૂર પડશે. સામેલ કોઈ પણ અન્ય વ્યક્તિ પ્રત્યે જે યોગ્ય અને ન્યાયી છે એ કરો.
લાઇફ ટિપ : વિક્ષેપો અથવા નકારાત્મક વિચારોમાં ડૂબી જવાથી તમે કરેલી પ્રગતિ ધીમી પડશે. જે જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમારાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી આસપાસ શું થઈ રહ્યું છે એનાથી પોતાને વિચલિત થવા દો નહીં. તમારે ખરેખર જરૂર ન હોય એવી કોઈ પણ લોન લેવાનું ટાળો.
લાઇફ ટિપ : તમને ગમતા સર્જનાત્મક શોખ માટે સમય કાઢો. યાદ રાખો કે તમારે એમાં સંપૂર્ણ બનવાની જરૂર નથી, ફક્ત પ્રક્રિયાનો આનંદ માણો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જેનો કોઈ અર્થ નથી એવી બિનજરૂરી દલીલોમાં પડવાનું ટાળવાનો પ્રયાસ કરો. સ્વરોજગાર ધરાવતા વેપારીઓ માટે આ સકારાત્મક સમય છે, જેઓ પોતાનો વ્યવસાય વિસ્તારવા માગે છે.
લાઇફ ટિપ : પડકારો અને ભૂલોથી આગળ જુઓ અને સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા ડર અને અવરોધો કરતાં તમે શું ઇચ્છો છો એના પર ધ્યાન આપો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

બૉસ અને સિનિયર્સ સાથે વાતચીત કરતી વખતે બોલતાં પહેલાં વિચારો. જેમને હાઈ બ્લડ-પ્રેશર અથવા હૃદયની સમસ્યા હોય તેમણે થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.
લાઇફ ટિપ : તમારા કોઈ પણ લક્ષ્યને નક્કી કરતાં પહેલાં તમે ખરેખર શું ઇચ્છો છો એ અંગે સ્પષ્ટતા હોવી જોઈએ. તમારે શું અને કયા ફેરફારો કરવાની જરૂર છે એ વિશે સ્પષ્ટ રહો.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2026 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK