૨૦૧૮થી સતત અને ૧૫ સીઝનમાંથી ૧૨ વાર ક્વૉલિફાયર1માં જીતનાર ટીમે જ જીતી છે ટ્રોફી
RCB
મંગળવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને આ સીઝનની નંબર વન ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ક્વૉલિફાયર1માં ગુજરાત ટાઇટન્સને હરાવીને ટ્રોફી તેઓ જ જાળવી રાખશે એવું ઑલમોસ્ટ નક્કી કરી લીધું છે. એનું કારણ છે. ૨૦૧૧થી સેમી ફાઇનલને બદલે પ્લેઑફનું ફૉર્મેટ અમલમાં આવ્યું છે ત્યારે અત્યાર સુધીની ૧૫ સીઝનમાંથી ૧૨ વાર ક્વૉલિફાયર1માં જીતનાર ટીમ જ ચૅમ્પિયન બની છે. ૨૦૧૮થી, સતત છેલ્લી ૮ સીઝનથી તો એ જ સિલસિલો જળવાઈ રહ્યો છે.
|
૨૦૧૧થી અત્યાર સુધી ક્વૉલિફાયર1ની વિજેતા અને ચૅમ્પિયન બનનાર ટીમ પર એક નજર |
||
|
સીઝન |
ક્વૉલિફાયર1માં વિજેતા |
ચૅમ્પિયન |
|
૨૦૧૧ |
ચેન્નઈ સુપર કિંગ્સ |
ચેન્નઈ સુપર કિંગ્સ |
|
૨૦૧૨ |
કોલકાતા નાઇટ રાઇડર્સ |
કોલકાતા નાઇટ રાઇડર્સ |
|
૨૦૧૩ |
ચેન્નઈ સુપર કિંગ્સ |
મુંબઈ ઇન્ડિયન્સ |
|
૨૦૧૪ |
કોલકાતા નાઇટ રાઇડર્સ |
કોલકાતા નાઇટ રાઇડર્સ |
|
૨૦૧૫ |
મુંબઈ ઇન્ડિયન્સ |
મુંબઈ ઇન્ડિયન્સ |
|
૨૦૧૬ |
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ |
સનરાઇઝર્સ હૈદરાબાદ |
|
૨૦૧૭ |
રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ |
મુંબઈ ઇન્ડિયન્સ |
|
૨૦૧૮ |
ચેન્નઈ સુપર કિંગ્સ |
ચેન્નઈ સુપર કિંગ્સ |
|
૨૦૧૯ |
મુંબઈ ઇન્ડિયન્સ |
મુંબઈ ઇન્ડિયન્સ |
|
૨૦૨૦ |
મુંબઈ ઇન્ડિયન્સ |
મુંબઈ ઇન્ડિયન્સ |
|
૨૦૨૧ |
ચેન્નઈ સુપર કિંગ્સ |
ચેન્નઈ સુપર કિંગ્સ |
|
૨૦૨૨ |
ગુજરાત ટાઇટન્સ |
ગુજરાત ટાઇટન્સ |
|
૨૦૨૩ |
ચેન્નઈ સુપર કિંગ્સ |
ચેન્નઈ સુપર કિંગ્સ |
|
૨૦૨૪ |
કોલકાતા નાઇટ રાઇડર્સ |
કોલકાતા નાઇટ રાઇડર્સ |
|
૨૦૨૫ |
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ |
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ |
ADVERTISEMENT
માત્ર બે જ વાર ક્વૉલિફાયર1માં હારનાર ટીમ ટ્રોફી જીતી શકી છે, ૨૦૧૩ અને ૨૦૧૭માં એ કમબૅકની કમાલ મુંબઈ ઇન્ડિયન્સ ટીમે કરી હતી.
બૅન્ગલોરને ડર ૨૦૧૬નો એલિમિનેટરમાં રમીને પણ ચૅમ્પિયન બનવાનું માત્ર એક વાર ૨૦૧૬માં બન્યું હતું. ત્યારે બૅન્ગલોરે આ સીઝનની જેમ જ ક્વૉલિફાયર1માં ગુજરાતની જ ટીમને હરાવીને સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને હરાવીને ક્વૉલિફાયર2માં પહોંચી હતી અને ત્યાં ગુજરાતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. રોમાંચક ફાઇનલમાં હૈદરાબાદ ૮ રનથી જીત મેળવીને ચૅમ્પિયન બની ગઈ હતી. બૅન્ગલોરને એવું રિપીટ ન થાય એનો ડર મનમાં જરૂર હશે.
