Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આગામી દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોનની આગેવાની કરશે ઋતુરાજ ગાયકવાડ

આગામી દુલીપ ટ્રોફીમાં વેસ્ટ ઝોનની આગેવાની કરશે ઋતુરાજ ગાયકવાડ

Published : 22 July, 2026 11:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ક્વૉડમાં ૬ ગુજરાતીઓનો સમાવેશ કરવામાં આવ્યો

ઋતુરાજ ગાયકવાડ

ઋતુરાજ ગાયકવાડ


પુણેના ૨૯ વર્ષના સ્ટાર બૅટર ઋતુરાજ ગાયકવાડને આગામી દુલીપ ટ્રોફીની સીઝન માટે વેસ્ટ ઝોનની કૅપ્ટન્સી મળી છે. મુંબઈના ઑલરાઉન્ડર શમ્સ મુલાનીને વાઇસ-કૅપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. છેલ્લી સીઝનમાં શાર્દૂલ ઠાકુર આ ટીમનો કૅપ્ટન હતો.

વેસ્ટ ઝોનની ૧૫ સભ્યોની સ્ક્વૉડમાં ૬ ખેલાડીઓ ગુજરાતી છે. ગુજરાત ક્રિકેટ અસોસિએશનમાંથી ઉર્વિલ પટેલ, સિદ્ધાર્થ દેસાઈ, જયમીત પટેલને; સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશનમાંથી હાર્વિક દેસાઈને; બરોડા ક્રિકેટ અસોસિએશનમાંથી અતીત શેઠ અને શિવાલિક શર્માને સ્થાન મળ્યું છે. સુરતના આર્યા દેસાઈ સહિત ૪ ગુજરાતી ખેલાડીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે.



ટીમમાં મુંબઈની શાર્દૂલ ઠાકુર, સરફરાઝ ખાન, મુશીર ખાન, તુષાર દેશપાંડે અને તનુષ કોટિયનને પણ સ્થાન મળ્યું છે. એક સીઝનના બ્રેક બાદ પૃથ્વી શૉને પણ વેસ્ટ ઝોન ટીમમાં સ્થાન મળ્યું છે. 
૨૦૨૬-’૨૭ દુલીપ ટ્રોફી ૨૩ ઑગસ્ટથી શરૂ થશે જેમાં બધી મૅચ બૅન્ગલોરના BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ ખાતે રમાશે. ગયા વર્ષે સેન્ટ્રલ ઝોને પ્રથમ ઇનિંગ્સની લીડના આધારે સેમી-ફાઇનલમાં વેસ્ટ ઝોનને હરાવ્યું હતું. રજત પાટીદારના નેતૃત્વ હેઠળની સેન્ટ્રલ ઝોને ટીમે આખરે ટ્રોફી જીતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK