સાઉથ આફ્રિકાનો શાનદાર બૅટર રાયન રિકલ્ટન હાલમાં T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયા બાદ SA20 લીગમાં ધમાલ મચાવી રહ્યો છે. તેણે વર્તમાન સીઝનમાં ૭ મૅચમાં હાઇએસ્ટ ૩૪૦ રન ફટકાર્યા છે.
રાયન રિકલ્ટનની સિક્સરથી મહિલા ફૅનની આંખ પર ગંભીર ઇન્જરી થઈ
સાઉથ આફ્રિકાનો શાનદાર બૅટર રાયન રિકલ્ટન હાલમાં T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ ન થયા બાદ SA20 લીગમાં ધમાલ મચાવી રહ્યો છે. તેણે વર્તમાન સીઝનમાં ૭ મૅચમાં હાઇએસ્ટ ૩૪૦ રન ફટકાર્યા છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં બે સદી ફટકારનાર તે પહેલો બૅટર પણ બન્યો છે.
સોમવારે MI કેપ ટાઉન તરફથી જોબર્ગ સુપર કિંગ્સ સામે રમવા દરમ્યાન રાયન રિકલ્ટનની સિક્સરથી સ્ટૅન્ડમાં હાજર એક મહિલા ફૅનની આંખ પર ગંભીર ઇન્જરી થઈ હતી. જોબર્ગ સુપર કિંગ્સની એ મહિલા ફૅન માટે રાયન રિકલ્ટને પાછળથી પોતાની ટીમ-મેમ્બરની મદદથી યાદગાર ગિફ્ટ મોકલી હતી.
૨૯ વર્ષના રાયન રિકલ્ટને ઑટોગ્રાફ કરેલી મુંબઈ ઇન્ડિયન્સ કેપ ટાઉનની જર્સી અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતા લેટરની સાથે વિડિયો પણ મોકલ્યો હતો. મહિલા ફૅનની ઇન્જરી વિશે ચિંતા વ્યક્ત કરી તેણે માફી પણ માગી હતી.


