Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 કૅપ્ટન્સી ગુમાવ્યા પછીની પહેલી મૅચમાં પાકિસ્તાનના સલમાન આગાએ પોતાની ફાસ્ટેસ્ટ વન-ડે સદી ફટકારી

T20 કૅપ્ટન્સી ગુમાવ્યા પછીની પહેલી મૅચમાં પાકિસ્તાનના સલમાન આગાએ પોતાની ફાસ્ટેસ્ટ વન-ડે સદી ફટકારી

Published : 19 October, 2026 04:23 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે પાકિસ્તાનમાં ત્રિકોણીય વન-ડે સિરીઝની પહેલી મૅચ યજમાન અને શ્રીલંકાની ટીમ વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાને સલમાન અલી આગાની સેન્ચુરીની મદદથી ૪૯.૫ ઓવરમાં ૩૦૫-૧૦નો સ્કોર કર્યો હતો.

સલમાન અલી આગા

સલમાન અલી આગા


ગઈ કાલે પાકિસ્તાનમાં ત્રિકોણીય વન-ડે સિરીઝની પહેલી મૅચ યજમાન અને શ્રીલંકાની ટીમ વચ્ચે રમાઈ હતી. પાકિસ્તાને સલમાન અલી આગાની સેન્ચુરીની મદદથી ૪૯.૫ ઓવરમાં ૩૦૫-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં શ્રીલંકાએ પવન રત્નાયકેના ૭૪ બૉલમાં ૭૯ રનની મદદથી ૪૮.૧ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૨૬૮ રન કર્યા હતા. પાકિસ્તાને ૩૭ રનથી મૅચ જીતી હતી.
ટેસ્ટ-ટીમમાંથી સ્થાન ગુમાવ્યું અને T20 કૅપ્ટન્સી છીનવી લેવાઈ એ પછી સલમાન અલી આગા પહેલી વખત પાકિસ્તાન માટે રમી રહ્યો હતો. આ મૅચમાં તેણે ૮૨ બૉલમાં પોતાની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી. પાંચમા ક્રમે રમીને તેણે ૯૦ બૉલમાં ૧૦ ફોર, ૧ સિક્સની મદદથી ૧૦૭ રન કર્યા હતા. 
બાબર આઝમે ૫૭ બૉલમાં ૪૫ રન કરીને ૩૯૯ ઇનિંગ્સમાં ૧૬ હજાર ઇન્ટરનૅશનલ રન પૂરા કર્યા હતા. તે આવું કરનાર પાંચમો પાકિસ્તાની બન્યો હતો. શ્રીલંકા માટે ફાસ્ટ બોલર્સ ઈશાન મલિંગાએ ૪ વિકેટ અને અસિથા ફર્નાન્ડોએ ૩ વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2026 04:23 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK