Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુકુલ ચૌધરીને ૪.૧૦ કરોડની કાર લખનઉની ટીમના માલિક તરફથી ગિફ્ટ મળવાની છે?

મુકુલ ચૌધરીને ૪.૧૦ કરોડની કાર લખનઉની ટીમના માલિક તરફથી ગિફ્ટ મળવાની છે?

Published : 12 April, 2026 09:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજીવ ગોયનકાની ફૅમિલી મારવાડી સમુદાયની છે. ઘણા મારવાડી વ્યાવસાયિક પરિવારોની જેમ બ્રિટિશ કાળ દરમ્યાન તેમનો પરિવાર રાજસ્થાનથી કલકત્તા શિફ્ટ થયો હતો.

લખનઉની ટીમના માલિક અને બિઝનેસમૅન સંજીવ ગોયનકા અને મુકુલ ચૌધરી

લખનઉની ટીમના માલિક અને બિઝનેસમૅન સંજીવ ગોયનકા અને મુકુલ ચૌધરી


લખનઉ સુપર જાયન્ટ્સના નવા યંગ સ્ટાર બૅટર મુકુલ ચૌધરી વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે. અહેવાલો અનુસાર લખનઉની ટીમના માલિક અને બિઝનેસમૅન સંજીવ ગોયનકા ૨૧  વર્ષના મુકુલ ચૌધરીના પ્રદર્શનથી ખુશ થઈને તેને ખાસ ગિફ્ટ આપવાના છે. મળતા અહેવાલો અનુસાર તેને મર્સિડીઝ-બેન્ઝ મેબૅક GLS ભેટમાં મળી શકે છે. આ કારની કિંમત ૪.૧૦ કરોડ રૂપિયા છે. મુકુલ ચૌધરીએ સંજીવ ગોયનકા વિશે એક પૉડકાસ્ટમાં કહ્યું હતું કે ‘સરના દાદા-પરદાદા રાજસ્થાનના ઝુંઝુનુના જ રહેવાસી હતા. તેમણે મને પહેલી જ મુલાકાતમાં મને ફુલ સપોર્ટ આપવાની વાત કહી હતી. એ મારા માટે સૌથી મોટું મોટિવેશન હતું.’ સંજીવ ગોયનકાની ફૅમિલી મારવાડી સમુદાયની છે. ઘણા મારવાડી વ્યાવસાયિક પરિવારોની જેમ બ્રિટિશ કાળ દરમ્યાન તેમનો પરિવાર રાજસ્થાનથી કલકત્તા શિફ્ટ થયો હતો.

૧૦૦-૧૫૦ સિક્સર સાથે દરરોજ ૪૦૦-૫૦૦ કૅચની પ્રૅક્ટિસ



મુકુલ ચૌધરી ૨૦૨૦થી જયપુરની એક ક્રિકેટ-ઍકૅડેમીમાં ટ્રેઇનિંગ લઈ રહ્યો છે. આ ઍકૅડેમીના કોચિંગ-સ્ટાફે ખુલાસો કર્યો છે કે ‘તે દરરોજ ૧૦૦-૧૫૦ સિક્સર મારે છે. IPL સીઝન પહેલાં તેણે ઍકૅડેમીની એક મૅચમાં ૨૦ સિક્સર ફટકારી હતી. તે એક શાનદાર વિકેટકીપર પણ છે. તેની દિનચર્યા ખૂબ જ કડક છે, તે દરરોજ ૪૦૦-૫૦૦ કૅચ લે છે. દરેક દિવસે કીપિંગ પર કામ કરીને પોતાની ફિટનેસ જાળવી રાખે છે. વ્યસ્ત શેડ્યુલ દરમ્યાન પણ તે પોતાના વ્યક્તિગત ટ્રેઇનિંગ-સેશન માટે સમય કાઢે છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK