એક કાર્યક્રમમાં ખુલાસો કરતાં સંજુ સૅમસન કહે છે, ‘મને રજની સરની ફિલ્મો જોવી ખૂબ ગમે છે અને હું હંમેશાં તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોતો હોઉં છું. હું એક દિવસ મોડો પડ્યો છું પરંતુ હું તેમની શક્ય તેટલી વધુ ફિલ્મો જોવાનો પ્રયત્ન કરું છું.
રજનીકાંતનો ચાહક સંજુ સૅમસન
ભારતીય વિકેટકીપર-બૅટર સંજુ સૅમસને સુપરસ્ટાર રજનીકાંત પ્રત્યેની પોતાની પ્રગાઢ ચાહના દર્શાવતા એક કિસ્સાનો ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે. ૧૫ ઑક્ટોબરે રિલીઝ થયેલી રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’ પહેલા જ દિવસે જોવાનું મિસ થઈ જતાં તેણે બીજા દિવસે આખું થિયેટર બુક કરી દીધું હતું.
એક કાર્યક્રમમાં ખુલાસો કરતાં સંજુ સૅમસન કહે છે, ‘મને રજની સરની ફિલ્મો જોવી ખૂબ ગમે છે અને હું હંમેશાં તેમની ફિલ્મની આતુરતાથી રાહ જોતો હોઉં છું. હું એક દિવસ મોડો પડ્યો છું પરંતુ હું તેમની શક્ય તેટલી વધુ ફિલ્મો જોવાનો પ્રયત્ન કરું છું. ગઈ કાલે દિલ્હીમાં અમારો એક કાર્યક્રમ હતો જેના કારણે હું ત્યારે ફિલ્મ જોઈ શક્યો નહોતો. નસીબજોગે હું આખું થિયેટર બુક કરવામાં સફળ રહ્યો. મેં મારા મિત્રોને આમંત્રિત કર્યા અને મારી પત્ની પણ ત્યાં હતી. ટીમ અને સપોર્ટ-સ્ટાફમાંથી જે લોકો તામિલ જાણે છે તે બધાને પણ બોલાવ્યા હતા.’
