Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બહારના ઘોંઘાટથી બચવા વાઇ-ફાઇ બંધ કરી દઉં છું, પણ હું મશીન કે રોબોટ તો નથી

બહારના ઘોંઘાટથી બચવા વાઇ-ફાઇ બંધ કરી દઉં છું, પણ હું મશીન કે રોબોટ તો નથી

Published : 17 September, 2026 01:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અફઘાનિસ્તાન સામેની બીજી T20માં સંજુ સૅમસને ૨૦ બોલમાં પોતાની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશી સાથેની ઓપનિંગ સ્લૉટની સ્પર્ધા અને ટ્રોલિંગ અંગે તેણે કહ્યું કે નકારાત્મકતાથી દૂર રહી પોતાના નિયંત્રણની બાબતો પર ધ્યાન આપે છે.

સંજુ સૅમસન

સંજુ સૅમસન


અફઘાનિસ્તાન સામેની બીજી T20 મૅચમાં સંજુ સૅમસને ૨૫૯.૦૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને બાવીસ બૉલમાં ૫૭ રન કર્યા હતા. ૨૦ બૉલમાં સંજુ સૅમસને પોતાની T20 કરીઅરની ફાસ્ટેસ્ટ ફિફ્ટી નોંધાવી હતી.
ઓપનિંગ સ્લૉટ માટે વૈભવ સૂર્યવંશી સાથેની સ્પર્ધા અને ટ્રોલિંગ વિશે સંજુ સૅમસને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સંજુ સૅમસન કહે છે, ‘હું બહારના ઘોંઘાટથી બચવા માટે વાઇ-ફાઇ બંધ રાખવાનો પ્રયત્ન કરું છું, પરંતુ ક્યારેક ચાલુ થઈ જાય છે અને હું વરિષ્ઠ ખેલાડીઓની કમેન્ટ જોઈ લઉં છું. હું એ કમેન્ટ્સને સંભાળવા માટે પૂરતો પરિપક્વ અને અનુભવી બની ગયો છું. ટ્રોલિંગથી શરૂઆતમાં ખરાબ લાગે છે. હું મશીન નથી. હું રોબોટ નથી. એનાથી ચોક્કસપણે ફરક પડે છે અને તમે થોડા પ્રભાવિત થાઓ છો. ભારતના ક્રિકેટરો બાહ્ય પરિબળોથી પ્રભાવિત થાય છે, પરંતુ તમારે તમારી માનસિકતા વિશે ખૂબ સ્પષ્ટ હોવું જરૂરી છે.’
સંજુ સૅમસન વધુમાં કહે છે, ‘હું ફક્ત મારા નિયંત્રણમાં રહેલી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને મારા સ્પર્ધકો પ્રત્યે ખૂબ જ સકારાત્મક રહેવાનો પ્રયાસ કરું છું. બહારની દુનિયા માટે અમે કદાચ સ્પર્ધકો હોઈ શકીએ પરંતુ અમે દેશ માટે રમી રહેલી એક ટીમ છીએ. તમે નકારાત્મક વિચારો રાખી શકતા 
નથી. આવી માનસિકતા અહીં કામ આવતી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK