Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈ ઇંડિયન્સનો નેટ-બોલર શાર્દૂલ ઠાકુર ૧૬ વર્ષ બાદ ટીમ માટે પહેલી મૅચમાં ચમક્યો

મુંબઈ ઇંડિયન્સનો નેટ-બોલર શાર્દૂલ ઠાકુર ૧૬ વર્ષ બાદ ટીમ માટે પહેલી મૅચમાં ચમક્યો

Published : 31 March, 2026 03:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના ૩૪ વર્ષના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે IPL ડેબ્યુ કર્યું હતું. તેણે ૪ ઓવરમાં ૩૯ રન આપીને ૩ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સનો નેટ-બોલર શાર્દૂલ ઠાકુર ૧૬ વર્ષ બાદ ટીમ માટે પહેલી મૅચમાં ચમક્યો

મુંબઈ ઇન્ડિયન્સનો નેટ-બોલર શાર્દૂલ ઠાકુર ૧૬ વર્ષ બાદ ટીમ માટે પહેલી મૅચમાં ચમક્યો


મુંબઈના ૩૪ વર્ષના ઑલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે IPL ડેબ્યુ કર્યું હતું. તેણે ૪ ઓવરમાં ૩૯ રન આપીને ૩ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપીને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૨માં તે મુંબઈ ઇન્ડિયન્સનો નેટ-બોલર હતો. હવે છેક ૧૬ વર્ષ બાદ તેને મુંબઈ માટે પહેલી મૅચ રમવાની તક મળી હતી. 
૨૦૧૫થી ૭ IPL મૅચ રમતાં તેણે ચોથી વખત પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. પહેલી સીઝનમાં શાર્દૂલ ઠાકુરે પંજાબ કિંગ્સ માટે એકમાત્ર મૅચ રમીને એક વિકેટ લીધી હતી. બીજી સીઝનમાં રાઇઝિંગ સુપર જાયન્ટ્સ માટે ૧૨ મૅચમાં તે આ અવૉર્ડ જીતી શક્યો નહોતો. તેણે દિલ્હી કૅપિટલ્સ માટે ૧૪ મૅચ, કોલકાતા નાઇટ રાઇડર્સ માટે ૧૧ મૅચ અને લખનઉ સુપર જાયન્ટ્સ માટે ૧૦ મૅચ રમવા દરમ્યાન ૧-૧ વખત આ અવૉર્ડ જીત્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ માટે પાંચ સીઝનમાં ૫૭ મૅચ રમીને પણ તે એક પણ વખત પ્લેયર ઑફ ધ મૅચ બન્યો નહોતો. જોકે મુંબઈ માટે પહેલી જ મૅચમાં તેણે આ અવૉર્ડ પોતાને નામે કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK