વિમેન્સ કૅરિબિયન પ્રીમિયર લીગની પહેલી મૅચમાં શિખા પાંડેએ શાનદાર બોલિંગ સાથે ત્રણ વિકેટ અને બે કૅચ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો.
શિખા પાંડે
વિમેન્સ કૅરિબિયન પ્રીમિયર લીગની પાંચમી સીઝન શનિવારે શરૂ થઈ ગઈ હતી. પહેલી જ મૅચમાં ભારતની અનુભવી ફાસ્ટ બોલર શિખા પાંડે પ્લેયર ઑફ ધ મૅચ બની હતી. ટ્રિનબાગો નાઇટ રાઇડર્સે ૨૦ ઓવરમાં ૧૫૫-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન બાર્બાડોસ ટ્રાઇડન્ટ્સ ૧૮.૪ ઓવરમાં ૧૩૪ રને ઢેર થઈને ૨૧ રને હાર્યું હતું.
ફાસ્ટ બોલર શિખા પાંડેએ આ મૅચમાં બે બૉલમાં ૮ રન કર્યા, ૩.૪ ઓવરમાં ૧૭ રન આપીને ત્રણ વિકેટ લીધી અને બે કૅચ પણ પકડ્યા હતા. આ લીગમાં પહેલી વખત રમી રહેલી બરોડાની વિકેટકીપર-બૅટર યાસ્તિકા ભાટિયાએ આ જ ટીમ માટે ઓપનિંગ કરીને ૨૮ બૉલમાં ૬ સિક્સની મદદથી ૩૫ રન કર્યા હતા. બાર્બાડોસ માટે રમી રહેલી ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકર વિકેટલેસ રહી હતી.
