જાન્યુઆરીની શરૂઆતમાં બન્નેએ ગુપચુપ સગાઈ કરી હતી. અહેવાલ અનુસાર દિલ્હીમાં ફૅમિલીના નજીકના લોકો વચ્ચે ૪૦ વર્ષનો શિખર ધવન બીજી વખત દુલ્હેરાજા બનશે. ધવનનાં આ બીજાં લગ્ન છે, તે ૨૦૨૩માં પોતાની પહેલી પત્ની આયેશા મુખરજીથી અલગ થઈ ગયો હતો.
શિખર ધવન અને સોફી શાઇન
ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને ગઈ કાલે પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે પોતાના સંગીત-સમારોહના સુંદર ફોટો શૅર કર્યા હતા. અપેક્ષા અનુસાર તેઓ ફેબ્રુઆરીના આ અઠવાડિયામાં લગ્નના બંધનમાં બંધાશે. જાન્યુઆરીની શરૂઆતમાં બન્નેએ ગુપચુપ સગાઈ કરી હતી. અહેવાલ અનુસાર દિલ્હીમાં ફૅમિલીના નજીકના લોકો વચ્ચે ૪૦ વર્ષનો શિખર ધવન બીજી વખત દુલ્હેરાજા બનશે. ધવનનાં આ બીજાં લગ્ન છે, તે ૨૦૨૩માં પોતાની પહેલી પત્ની આયેશા મુખરજીથી અલગ થઈ ગયો હતો.
