Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રેયસ ઐયરની કોરિયોગ્રાફર બહેન શ્રેષ્ઠાના વિદ્યાર્થીઓને પણ હેરાન કરી રહ્યા છે KKRના ફૅન્સ

શ્રેયસ ઐયરની કોરિયોગ્રાફર બહેન શ્રેષ્ઠાના વિદ્યાર્થીઓને પણ હેરાન કરી રહ્યા છે KKRના ફૅન્સ

Published : 29 May, 2026 01:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરની બહેન શ્રેષ્ઠા ઐયરે સોશ્યલ મીડિયા પર બે વિડિયો શૅર કરીને ટ્રોલ્સ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

શ્રેયસ ઐયરની કોરિયોગ્રાફર બહેન શ્રેષ્ઠાના વિદ્યાર્થીઓને પણ હેરાન કરી રહ્યા છે KKRના ફૅન્સ

શ્રેયસ ઐયરની કોરિયોગ્રાફર બહેન શ્રેષ્ઠાના વિદ્યાર્થીઓને પણ હેરાન કરી રહ્યા છે KKRના ફૅન્સ


પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરની બહેન શ્રેષ્ઠા ઐયરે સોશ્યલ મીડિયા પર બે વિડિયો શૅર કરીને ટ્રોલ્સ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. IPL 2026ની શરૂઆતમાં જ્યારે શ્રેયસ ઐયરની જૂની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની મૅચ વરસાદને કારણે રદ્દ થઈ ત્યારે શ્રેષ્ઠાએ એક પૉઇન્ટ આપ્યો તમને એવી મશ્કરી કરતો વિડિયો શૅર કર્યો હતો.


રમૂજ માટે બનાવેલા આ વિડિયો પર વિવાદ થતાં શ્રેષ્ઠાએ એ વિડિયો ડિલીટ કર્યો હતો. જોકે આ વિડિયોને લઈને હજી સુધી શ્રેષ્ઠા ઐયરને કલકત્તાની ટીમના ફૅન્સ તરફથી ગેરવર્તનનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રેષ્ઠાએ ખુલાસો કર્યો હતો કે ‘મારો હેતુ કોઈ પણ ટીમ સામે નફરત ભડકાવવાનો નહોતો. તમે લોકો મારી ફૅમિલીની સાથે મારા સાથીદારો અને વિદ્યાર્થીઓને પણ મેસેજ કરીને અપશબ્દો કહી રહ્યા છો. અમુક લોકો તો મારા ઑફિસના ફોન પર કૉલ કરી રહ્યા છે.’




શ્રેષ્ઠાએ વધુમાં કહ્યું, ‘કેટલાક લોકો કહે છે કે આ મારો કર્મા છે. જોકે આ ટ્રોલિંગ બદલ તેમને પણ કર્માનો સામનો કરવો પડશે.’



અહેવાલ અનુસાર શ્રેષ્ઠા દુબઈમાં પોતાની ડાન્સ ઍકૅડેમી ચલાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK