ક્રિકેટ સિવાય પણ ગ્લોબલ સ્પોર્ટ્સ આઇકન્સ અને ફૅન્સ વચ્ચે પોતાની હાજરી વધારી રહ્યો છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ભારતીય ક્રિકેટ કૅપ્ટન શુભમન ગિલ T20 વર્લ્ડ કપમાંથી બહાર હોવાથી હાલમાં વિદેશમાં વેકેશન માણી રહ્યો છે. તે ક્રિકેટ સિવાય પણ ગ્લોબલ સ્પોર્ટ્સ આઇકન્સ અને ફૅન્સ વચ્ચે પોતાની હાજરી વધારી રહ્યો છે. ગઈ કાલે તે પૅરિસમાં મૅન્ચેસ્ટર યુનાઇટેડની ફુટબૉલ મૅચની વૉચ-પાર્ટીમાં જોવા મળ્યો હતો. ટીવી-પ્રોજેક્ટર પર પ્રીમિયર લીગની મૅચ જોવા એકઠા થયેલા લોકોમાં ઇંગ્લૅન્ડ અને મૅન્ચેસ્ટર યુનાઇટેડના ભૂતપૂર્વ ડિફેન્ડર રિયો ફર્ડિનાન્ડ પણ જોડાયો હતો. તેણે ભારતીય કૅપ્ટન સાથે વાતચીત કરીને ઇવેન્ટના અંતે નજીકના લોકો સાથે સેલ્ફી પણ પડાવ્યો હતો.


