Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝની પહેલી ત્રણ મેચમાં શુભમન ગિલ અને અંતિમ બે મેચમાં શ્રેયસ ઐયર કેપ્ટન

ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝની પહેલી ત્રણ મેચમાં શુભમન ગિલ અને અંતિમ બે મેચમાં શ્રેયસ ઐયર કેપ્ટન

Published : 17 October, 2026 05:43 PM | Modified : 17 October, 2026 06:16 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વન-ડે સિરીઝમાં શુભમન ગિલ, કે.એલ. રાહુલ, અંશુલ કમ્બોજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના પહેલી ત્રણ મૅચ રમશે. અંતિમ બે વન-ડે માટે ટીમમાં તિલક વર્મા, આકિબ નબી, કુમાર કુશાગ્ર અને યશ ઠાકુર સામેલ થશે.

શુભમન ગિલ અને શ્રેયસ ઐયર

શુભમન ગિલ અને શ્રેયસ ઐયર


ન્યુ ઝીલૅન્ડ સામેની આગામી ટૂર માટે ૧૬-૧૬ સભ્યોની બે વન-ડે ટીમ અને એક ટેસ્ટ-સ્ક્વૉડની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી. પહેલી ત્રણ વન-ડેમાં શુભમન ગિલ અને અંતિમ બે મૅચમાં શ્રેયસ ઐયર કૅપ્ટન્સી સંભાળશે.

વન-ડે સિરીઝમાં શુભમન ગિલ, કે.એલ. રાહુલ, અંશુલ કમ્બોજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના પહેલી ત્રણ મૅચ રમશે. અંતિમ બે વન-ડે માટે ટીમમાં તિલક વર્મા, આકિબ નબી, કુમાર કુશાગ્ર અને યશ ઠાકુર સામેલ થશે.



 ઇન્જરીને કારણે શ્રીલંકાની ટેસ્ટ-સિરીઝમાંથી બહાર થયેલા જસપ્રીત બુમરાહની માત્ર ટેસ્ટ-ટીમમાં જ વાપસી થઈ છે. રિષભ પંત અને પ્રસિદ્ધ ક્રિષ્નાની ભાગીદારી સેન્ટર ઑફ એક્સલન્સ તરફથી ક્લિયરન્સ મળશે તો જ સંભવ બનશે.


પહેલી ત્રણ વન-ડે માટેની સ્ક્વૉડ:

શુભમન ગિલ (કૅપ્ટન), શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કમ્બોજ, ગૂરનુર બરાડ, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ.


 ચોથી-પાંચમી વન-ડે માટેની સ્ક્વૉડ :

શ્રેયસ ઐયર (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વાઇસ-કૅપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, ગૂરનુર બરાડ, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુમાર કુશાગ્ર, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ.

ભારતીય ટેસ્ટ-સ્ક્વૉડ :

શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જાયસવાલ, કે.એલ. રાહુલ (વાઇસ-કૅપ્ટન), દેવદત્ત પડિક્કલ, રિષભ પંત, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, અંશુલ કમ્બોજ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આકાશ દીપ, સાઈ સુદર્શન, નીતીશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ. 

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 06:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK