અજિંક્ય રહાણેએ નૉટઆઉટ રહીને મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી
અજિંક્ય રહાણે
લખનઉમાં ગઈ કાલે મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પોતાની અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચમાં ઓડિશા સામે ૯ વિકેટે જીત મેળવી હતી. ઓડિશાએ ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૬૭ રન કર્યા હતા. જવાબમાં મુંબઈએ અજિંક્ય રહાણેની ૯૫ રનની અણનમ ઇનિંગ્સના આધારે ૧૬ ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને ૧૬૮ રનનો ટાર્ગેટ ચેઝ કરીને જીત નોંધાવી હતી.
અજિંક્ય રહાણેએ નૉટઆઉટ રહીને મૅચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. આ ઓપનરે ૫૬ બૉલમાં ૯ ફોર અને ૩ સિક્સના આધારે ૯૫ રન કર્યા હતા. અંતિમ મૅચ જીતીને મુંબઈ ગ્રુપ Aમાં ૭માંથી ૬ જીત અને ૨૪ પૉઇન્ટ સાથે ટૉપર બની રહ્યું છે. આંધ્ર પ્રદેશ ૨૦ પૉઇન્ટ સાથે બીજા ક્રમે રહ્યું. ૪ ગ્રુપની ટૉપર ટીમ અને ૩ બેસ્ટ બીજા ક્રમની ટીમ હવે ૧૨ ડિસેમ્બરથી સુપર લીગ-સ્ટેજની નૉકઆઉટ મૅચ રમશે.


