Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઘરઆંગણે સૌથી મોટી T20 જીત સાથે ઝિમ્બાબ્વે સામે સ્મૃતિ માન્ધના ઍન્ડ ટીમે ક્લીન સ્વીપ કરી

ઘરઆંગણે સૌથી મોટી T20 જીત સાથે ઝિમ્બાબ્વે સામે સ્મૃતિ માન્ધના ઍન્ડ ટીમે ક્લીન સ્વીપ કરી

Published : 21 October, 2026 10:51 AM | Modified : 21 October, 2026 12:25 PM | IST | Raipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫.૨ ઓવરમાં ૫૪ રનની ભાગીદારી સાથે ભારતીય ઓપનર્સે સારી શરૂઆત અપાવી હતી. શફાલી વર્માએ ૩૭ બૉલમાં ૬ ફોર, પાંચ સિક્સની મદદથી ૬૯ રન કર્યા હતા. તેની નવી સાથી ઓપનર અનુષ્કા શર્માએ ૨૦ બૉલમાં ૨૮ રન કર્યા હતા.

હરમનપ્રીત કૌરે ૪૧ બૉલમાં ૧૦ ફોર, પાંચ સિક્સના આધારે અણનમ ૯૧ રન કર્યા હતા, ભારતમાં હરમનપ્રીત કૌરને આ બેસ્ટ T20 સ્કોર હતો

હરમનપ્રીત કૌરે ૪૧ બૉલમાં ૧૦ ફોર, પાંચ સિક્સના આધારે અણનમ ૯૧ રન કર્યા હતા, ભારતમાં હરમનપ્રીત કૌરને આ બેસ્ટ T20 સ્કોર હતો


રાયપુરમાં સતત ત્રીજી T20 મૅચ જીતીને રેગ્યુલર કૅપ્ટન સ્મૃતિ માન્ધનાએ પોતાની પહેલી સિરીઝમાં ક્લીન સ્વીપ કરી હતી. ત્રીજી મૅચમાં ઝિમ્બાબ્વે સામે ભારતે ૯૨ રને જીત નોંધાવી હતી, જે ઘરઆંગણે ભારતીય મહિલાઓની સૌથી મોટી T20 જીત હતી. માર્ચ ૨૦૧૬માં ભારતે બૅન્ગલોરમાં બંગલાદેશ સામે છેલ્લે ૭૨ રને જીત મેળવી હતી.
ગઈ કાલે ભારતે ૨૦ ઓવરમાં ૨૧૬-૭નો સ્કોર કર્યો હતો, જે આ ફૉર્મેટમાં ભારતનો ત્રીજો જૉઇન્ટ હાઇએસ્ટ T20 ટીમ સ્કોર હતો. જવાબમાં ઝિમ્બાબ્વે ૧૨૪-૭નો સ્કોર જ કરી શક્યું હતું. સતત ૨૩ T20 મૅચ હારી રહેલી ઝિમ્બાબ્વેની ટીમ આખી સિરીઝમાં એક પણ વખત ઑલઆઉટ થઈ નહોતી.

૫.૨ ઓવરમાં ૫૪ રનની ભાગીદારી સાથે ભારતીય ઓપનર્સે સારી શરૂઆત અપાવી હતી. શફાલી વર્માએ ૩૭ બૉલમાં ૬ ફોર, પાંચ સિક્સની મદદથી ૬૯ રન કર્યા હતા. તેની નવી સાથી ઓપનર અનુષ્કા શર્માએ ૨૦ બૉલમાં ૨૮ રન કર્યા હતા. કૅપ્ટન સ્મૃતિ માન્ધના બૅટિંગ કરવા આવી નહોતી અને પાછળના બૅટર્સને બૅટિંગની તક આપી હતી. 
કૅપ્ટન્સી ગુમાવ્યા પછીને બે મૅચમાં હરમનપ્રીત કૌરે પહેલી મૅચમાં એક રન કર્યો હતો અને બીજી મૅચમાં બૅટિંગની તક મળી નહોતી. જોકે ત્રીજી મૅચમાં તેણે ૨૨૧.૮૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૧ બૉલમાં ૧૦ ફોર, પાંચ સિક્સના આધારે અણનમ ૯૧ રન કર્યા હતા.



આચારસંહિતાના ભંગ બદલ શફાલી વર્માને એક ડીમેરિટ પૉઇન્ટ મળ્યો


રાયપુરમાં ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મૅચ દરમ્યાન આચારસંહિતાનો ભંગ કરવા બદલ ICCએ ભારતીય ઓપનર શફાલી વર્માને ઠપકો આપ્યો છે. ભારતની T20 વાઇસ-કૅપ્ટનને એક ડીમેરિટ પૉઇન્ટ પણ આપવામાં આવ્યો છે. ઝિમ્બાબ્વેની ઇનિંગ્સની બારમી ઓવરમાં કૅચ છોડ્યા પછી હતાશામાં તેણે બૉલ જમીન પર પછાડ્યો હતો. આ ક્રિકેટનાં સાધનોના દુરુપયોગ સંબંધિત કલમ ૨.૨નો ભંગ છે.

શ્રી ચરણી અને દીપ્તિ શર્માનું ICC વિમેન્સ T20 રૅન્કિંગમાં વર્ચસ્વ યથાવત્


ICC વિમેન્સ T20 રૅન્કિંગ ભારતીય સ્પિનર્સ શ્રી ચરણી અને દીપ્તિ શર્માનો દબદબો યથાવત્ છે. બોલિંગ રૅન્કિંગમાં શ્રી ચરણી ૮૧૧ રૅટિંગ સાથે પહેલા ક્રમે અને દીપ્તિ શર્મા ૭૪૮ના રેટિંગ સાથે બીજા ક્રમે છે. ફાસ્ટ બોલર્સ ક્રાન્તિ ગૌડ ૯ સ્થાનના ફાયદા સાથે ૪૩મા અને નંદિની શર્મા ૨૬ સ્થાનની લાંબી છલાંગ સાથે ૪૫મા ક્રમે પહોંચી છે. અપડેટેડ રૅન્કિંગમાં શફાલી વર્મા ચોથા ક્રમે, સ્મૃતિ માન્ધના પાંચમા અને હરમનપ્રીત કૌર ૧૦મા ક્રમે જળવાઈ રહ્યાં છે.

Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 12:25 PM IST | Raipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK