Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલનો એકનાથ ‌શિંદે પર ચોંકાવનારો અટૅક

મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલનો એકનાથ ‌શિંદે પર ચોંકાવનારો અટૅક

Published : 21 October, 2026 07:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૂછ્યું કે તમે BJP પાસેથી ૫૦૦ કરોડ રૂ‌પિયા લઈને મને આપ્યા છે એવું તમે BJPના નેતાઓને કહ્યું છે? આ સવાલનો જવાબ આપવો જ પડશે

મનોજ જરાંગે

મનોજ જરાંગે


મરાઠા અનામત માટે અવારનવાર આંદોલન ચલાવી લાઇમલાઇટમાં આવેલા મરાઠા નેતા મનોજ જરાંગેએ ગઈ કાલે નાની પંઢરી તરીકે ઓળખાતા બીડના નારાયણગડ પર દશેરા મેળાવડામાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર આક્રમણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘એકનાથ શિંદેસાહેબ, તમે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના લોકોને જુઠ્ઠું કહ્યું કે મનોજ જરાંગે પાટીલને શ્રીકાંત શિંદે મારફત ૫૦૦ કરોડ મોકલાવ્યા છે. શું તમે એવું કહ્યું છે? જવાબ આપો. આજે સાંજે તમારી દશેરા-રૅલીમાં જવાબ આપો, આવતી કાલે સવારે પણ જવાબ આપશો તો ચાલશે પણ જવાબ આપવો જ પડશે. હવે હું આમાં ઊંડો ઊતરીશ અને શોધી કાઢીશ. જો હું આવતી કાલે સવારે મરાઠાઓને કહું કે ૧૦૦ રૂપિયા આપો તો મારી પાસે એક જ દિવસમાં ૨૫૦૦ કરોડ રૂપિયા ભેગા થઈ જશે. આને નાનો વિષય ન ગણતા શિંદેસાહેબ. તમારો અને મારો સામનો ૩ મહિના પછી થશે.’ 

મનોજ જરાંગેએ કહ્યું હતું કે ‘ એકનાથ શિંદેસાહેબ, તમે દિલ્હીના BJPના લોકોને મારા વિશે શું કહ્યું ? મનોજ જરાંગેને ૫૦૦ કરોડ આપવા છે અને એકનાથ શિંદેસાહેબ, તમે BJP પાસેથી ૫૦૦ કરોડ લઈને મને આપ્યા એવું તમે BJPના નેતાઓને કહ્યું કે? કારણ કે એ નેતાઓમાં ચણભણાટ ચાલી રહ્યો છે. મનોજ જરાંગે પાટીલને શ્રીકાંત શિંદે મારફત ૫૦૦ કરોડ પહોંચાડ્યા છે, જરાંગે પાટીલ આપણો થર્ડ પર્સન છે. જો તમે મને પૈસા આપ્યા નથી તો પછી BJP તમને ખલાસ કરી રહી છે? કે તમે મને ખલાસ કરી રહ્યા છો? એ શોધી કાઢ્યા સિવાય હું ઝંપીશ નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK