ટીમમેટ્સ સાથે મળીને રેકૉર્ડ કરેલા વિડિયોમાં લગે રહો મુન્નાભાઈના સમઝો હો હી ગયા ગીત પર ડાન્સ કરીને રિંગ બતાવી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
વર્લ્ડ કપ વિજેતા ક્રિકેટર સ્મૃતિ માન્ધનાએ ગઈ કાલે એક વિડિયો શૅર કરીને ફૅન્સને ખુશ કરી દીધા હતા. આ વિડિયોમાં તેણે સંગીતકાર અને ડિરેક્ટર પલાશ મુચ્છલ સાથેના પોતાના એન્ગેજમેન્ટની ઑફિશ્યલ જાહેરાત કરી હતી, પણ આ જાહેરાત એટલી મજેદાર અને મસ્તીભર્યા અંદાજમાં કરી કે આખો દિવસ ક્રિકેટફૅન્સ અને નેટિઝન્સને ચર્ચાનો ચટાકેદાર મસાલો મળી ગયો હતો. લોકો તેને જાહેરમાં ‘પર્સનલી વિશ’ કરવા લાગ્યા હતા અને લગ્નની શુભેચ્છાઓ પાઠવવા લાગ્યા હતા.
આ વિડિયોમાં જેમિમા રૉડ્રિગ્સ, શ્રેયાંકા પાટીલ, રાધા યાદવ અને અરુંધતી રેડ્ડી સાથે હળવા મૂડમાં સ્મૃતિ નાચી રહી છે. વિડિયોમાં ‘લગે રહો મુન્નાભાઈ’ના ‘સમઝો હો હી ગયા’ ગીત પર ભારતની વિમેન્સ ક્રિકેટ ટીમની આ સ્ટાર ખેલાડીઓ ડાન્સ કરે છે અને વિડિયો સ્મૃતિ માન્ધનાને કેન્દ્રમાં રાખીને શૂટ કરવામાં આવ્યો છે. વિડિયોમાં છેલ્લે સ્મૃતિ તેના હાથની રિંગ બતાવીને સાંકેતિક રીતે એન્ગેજમેન્ટ ડિક્લેર કરે છે અને કહે છે, ‘સમઝો હો હી ગયા’.
ADVERTISEMENT
સ્મૃતિ અને પલાશ ૨૩ નવેમ્બરે સાંગલીમાં લગ્ન કરશે એવા રિપોર્ટ છે.

નરેન્દ્ર મોદીએ સ્મૃતિ અને પલાશને આગોતરી શુભેચ્છાઓ આપી દીધી?
ગઈ કાલે ટ્રેન્ડિંગમાં સ્મૃતિ માન્ધના-પલાશ મુચ્છલ સાથે નરેન્દ્ર મોદીનું નામ પણ ઉમેરાઈ ગયું હતું. સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદીએ લખેલો લેટર વાઇરલ થયો હતો જેમાં વડા પ્રધાને આ સેલિબ્રિટી કપલને લગ્નની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે ખરેખર વડા પ્રધાને આવો કોઈ લેટર મોકલ્યો હતો કે નહીં એની ખાતરી નહોતી થઈ શકી.